Recents in Beach

50+ગુજરાતી કહેવતો અને તેનો અર્થ|Gujarati Kehvato

કહેવત એટલે શું?


કહેવત એટલે શું ?

કહેવત એટલે અનુભવના નીચોડ રૂપ સંક્ષિપ્ત દ્રષ્ટાંત રૂપ કે સૂત્રાત્મક ઉક્તિઓ, એવી ઉક્તિઓ સાંસારિક ડહાપણ કે નિતી બોધને સુગમતાથી તથા સચોટતાથી રજૂ કરે છે આથી લોક જીભે ચઢી અને સમાજમાં ચલણી બની જાય છે.

કહેવત એટલે અનુભવજન્ય ઘટના, પ્રસંગ કે પ્રતીકના વર્ણનરૂપ સચોટ ઉક્તિ.

વાતને વધુ અસરકારક તથા સચોટ બનાવનાર કે પૂરેપૂરો અર્થ વ્યક્ત કરનારાં વાક્યો એટલે કહેવત.

કહેવતોનું સ્વરૂપ બધા સંજોગોમાં એનું એ રહે છે.

 

કેટલીક કહેવતો અને તેના અર્થોના ઉદાહરણો:-

 

1.       અગ્નિને ઊધઈ ન લાગે- અગ્નિની જેમ જે શુદ્ધ હોય તેને ડાઘ લાગતો નથી.

2.      અણી ચૂક્યો સૌ વરસ જીવે- કટોકટીમાંથી પાર ઊતરી જવું તે જ ઉત્તમ છે.

3.       આંખનું આંજણ ગાલે ઘસ્યું- અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

4.      ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન- બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય.

5.       આંખમાં અમી તેને દુનિયા સમી- જે સબંધ સારો રાખે તે વ્યવહાર સારો જાળવી શકે.

6.      તાંબાની તોલડી તેર વાનાં માગે- ઘરસંસારમાંડો ત્યારે ઘણી ચીજસામગ્રી જોઈએ.

7.      દયા ડાકણને ખાય- દયા કરવા જતાં આફત વહોરવી પડે.

8.       દુકાળમાં અધિક માસ- મુશ્કેલીમાં વધારો થવો (એક મુશ્કેલી આવી હોય ત્યાં બીજી મુશ્કેલી આવી જવી)

9.      નામ મોટાંને દર્શન ખોટાં- બહારથી પ્રતિષ્ઠિત પણ અંદરથી દોષોથી ભરેલું.

10.   પગ જોઇને પછેડી તણાય- આવક મુજબ ખર્ચ કરવો જોઈએ.

11.    નેવાનાં પાણી મોભે ન ચઢે- અશક્ય વસ્તુ શક્ય ન બને.

12.   પાડાના વાંકે પખાલીને ડામ- એકના દોષે બીજાને સજા.

13.   પહેલું સુખ તે જાતે નર્યાં- તંદુરસ્તી એ પહેલું સુખ છે.

14.   પાણી વાલોવ્યે માખણ ન નીકળે- વ્યર્થ મહેનત કરવી.

15.   પાઘડીનો વળ છેડે- કામના પરિણામથી જ કામ પરખાય.

16.   પારકે ભાણે મોટો લાડુ- પોતાની વસ્તુ કરતાં બીજાની વસ્તુ સારી લાગે.

17.   પ્રથમ ગ્રાસે મક્ષિકા- શરૂઆતમાં જ વિધ્ન નડવું.

18.   ફરતે એકાદશીને વચમાં ગોકુળ આઠમ- ભૂખમરાની દશા આવવી.

19.   માથા કરતાં પાઘડી મોટી- ગજા બહારની જવાબદારી કે કામ.

20.  રજનું ગજને વાતનું વતેસર- નાની વાતને મોટું સ્વરૂપ આપવું.

21.   રાત થોડીને વેશ ઝાઝા- સમય ઓછો અને કામ વધુ હોવું.

22.  હંસ ગયાને બગલા રહ્યાં- અસલ વસ્તુ જતી રહી અને નકલી વસ્તુ રહી ગઈ.

23.  હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા- પસ્તાવો કરવા કરતા જાતે કરી લેવું સારું.

24.  સોંઘું ભાડુંને સિદ્ધપુરની જાત્રા- માર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું.

25.  સૂરત સોનાની મૂરત- સુરત શહેર સમૃદ્ધ શહેર છે.

26.  સોનાની થાળીને લોઢાની મેખ- અનેક સદગુણો એક અવગુણથી ઝાંખાં પડે.

27.  સૂડી વચ્ચે સોપારી- ધર્મસંકટ આવવું.

28.  સાંકડા કપાળમાં સોળ ભમરા- ગરીબનું નસીબ પણ ગરીબ

29.  શેરડી ભેગો એરંડો પાણી પીએ- એકની સાથે બીજું પણ લાભ મેળવે.

30.  ઘેર ઘેર માટીના ચૂલા- દરેક ઘરની પરિસ્થિતિ સરખી હોવી.

31.   મોસાળે જમણને માં પીરસનારી- સર્વ પ્રકારની સુખ સુવિધા કે અનુકુળતા મળવી.

32.  વાવે કલજીને લણે લવજી- મહેનત પહેલો કરે અને ફળ બીજો મેળવે.

33.   આડે લાકડે આડો વહેર- ખરાબ માણસ સાથે ખરાબ થવું.

34.  આંગળા ચાટે પેટ ન ભરાય- ખોટી વાતો કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી.

35.   એકલ દોકલના અલ્લા બેલી- જેને કોઈનો સાથ નથી તેને ઈશ્વર સહાય કરે છે.

36.  એક ચિનગારી વણ બાળે- એક નાની બાબત સર્વનાશ નોતરે.

37.  અન્ન તેવું મન અને પાણી તેવી વાણી- જેવા ખાન-પાન એવાં જ બુદ્ધિવર્તન થાય.

38.   વાંસના કજિયા વન બાળે- નાની વસ્તુને કારણભૂત બનાવી મોટું રૂપ આપવું.

39.  સૌમાં નવાણુંની ભૂલ- હિસાબમાં ગોટાળો કરવો.

40.  સૂતેલા સિંહને જગાડવો નહિ- કારણ વગર જોખમ ન લેવું.

41.   સાપના મોમાંથી અમૃત ન નીકળે- દુષ્ટ લોકો પાસેથી સારાની આશા ન રહે.

42.  સાગરનું નીર ગાગરમાં ન સમાય- અતિશયપણું અને અગાધતા સાથે ન જોવા મળે.

43.  સાજે લુગડે થીંગડું ન હોય- કારણ વગર કોઈ કાર્ય ન થાય.

44.  સવા મણ તેલે અંધારું- સાધનો હોવા છતાં ગેરવ્યવસ્થા હોવી.

45.  કોરા ભાણે આરતી ન થાય- ભૂખ્યા પેટે ભગવાન ન ભજાય.

46.  ભીખના હાંલ્લાં શીકે ચડે નહિ- ભીખ માગી માગીને ધનવાન થવાય નહિ.

47.  ઢમઢમઢોલ માંહે પોલંપોલ- બહારથી સારું પણ અંદરથી ખરાબ.

48.  અન્ન તેવો ઓડકાર- જેવો સાથ તેવું વર્તન.

49.  ગરજ સરી એટલે વૈદ વૈરી- સ્વાર્થ પૂરો થતાં સંબંધ છૂટે.

50.  કાંકરે કાંકરે પાળ બંધાય- થોડું થોડું કરતા મોટું કામ પણ થાય.

51.   લીલા વનમાં સૂડા ઘણાં- લાભ જોઈ ઘણાં બધા આવે.

52.  મખમલની મોજડી માથે ન પહેરાય- જે વસ્તુ જ્યાં શોભતી હોય ત્યાં જ શોભે.

53.   સઈની સાંજને મોચીનું વહાણું- ખોટાં વાયદા કરવા. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ