Recents in Beach

જીત મેળવવા આત્મવિશ્વાસ જરૂરી|Safalta melvo Saralta thi

 

આત્મવિશ્વાસ

 "જે લોકો માને છે કે તેઓ જીતી શકે છે તે જ લોકો જીતી શકે છે."

    આ દુનિયામાં ઘણાં એવા માણસો હોય છે, જે પોતાના પર પોતે વિશ્વાસ કરી સકતા નથી." કે હું આ કાર્ય નહીં કરી શકું ", "આ કાર્ય મારાથી નઈ થશે" "હું કાર્ય કેવી રીતે કરી શકું..?" પણ વ્યક્તિ પોતાનામાં એક સાહસ બનાવી લઈ તો કોઈ પણ અસંભવ કાર્ય ને  સંભવ કરી શકે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી હોતો.એમના માં કોઈ ને કોઈ એવી  કળા,શક્તિ છુપાયેલી છે જે એ એને ઓળખી શકતો નથી. ક્યારેક આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ખૂબ ઉત્સાહિત હોઈએ છીએ. પણ કહેવાય છે ને " જેવો સંગ તેવો રંગ " આપણી આસપાસ કેટલાક એવા માણસો હોય જે આપણ ને ક્યારેય સાથ નહી આપતાં.. પરંતુ  આપણા કાર્ય ને પણ સફળ થવા નહીં દેતા. એટલે આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખી ને જીવનમાં આગળ વધવું જોઈએ. કોઈ પણ કાર્ય ને પુરા આત્મવિશ્વાસ થી કરવું જોઈએ. પછી ભલે એનું પરિણામ જે આવે એ... સફળતા થી પ્રેરિત થવાય અને અને અસફળતા થી જીવનમાં શીખવાનું મળે.. અને આગળ કેવી મહેનત કરવી અને કેટલો સંઘર્ષ કેવો પડે એ  આપણે ને ખબર પડે.

       આજના સમય માં ઘણા એવા નેગેટિવ માણસો હોય છે. જેમના વાતો થી આપણે પણ આપણા પર નો આત્મવિશ્વાસ ખોઈ બેસતા હોઈ છીએ.એક નાનું કાર્ય ને પણ આપણે મોટુ સમજી લઈ છીએ અમે પોતાના પર નો આત્મવિશ્વાસ ખોઈ બેસીએ છીએ.

" જયારે આપણે કોઈ એક નાનું છોડ રોપીએ છીએ. પરંતુ એ છોડ રોપવા પહેલા જ આપણા આસપાસ કે પરિવારજનો કે કોઈ વ્યક્તિ કહે છે. કે,આ છોડ અહીં નઈ ઉંગશે..છતાં પણ આપણે એને ત્યાં રોપીએ છીએ. અને આપણે પોતાના પર આત્મવિશ્વાસ રાખી ને રોજ એને સવાર સાંજ પાણી સિંચ્યે છીએ. અને એ નાનો છોડ ઘણા સમય પછી ઝાડ માં પરિવર્તન પામે છે.કારણ કે ત્યારે આપણે પોતાના પર વિશ્વાસ કરી ને છોડ રોપેલો એટલે એ કાર્ય સફળ થયું.એટલે.. જયારે પણ આપણે કોઈ પણ કાર્ય કરવા માટે જઈએ છીએ પરંતુ નેગેટિવ માણસો ની વાતમાં આવી ને એ કાર્ય નઈ કરીએ છીએ. પણ પોતાના પર વિશ્વાસ રાખીને કોઈ પણ કાર્ય કરવાથી એ કાર્ય સફળ જ થાય છે.


           એવી જ રીતે એક વિદ્યાર્થીની વાત કરીએ તો એના ટીચર દ્રારા વિદ્યાર્થી ને પ્રાર્થનાસભામાં અચાનક  ઉભું કરવામાં આવે અને એને એમનો પરિચય આપવા માટે કહેવામાં આવે છે. પરંતુ એ વિધાર્થીને બધા વિદ્યાર્થીઓ કે ટીચરો સામે પરિચય આપવા માટે ડર લાગવા લાગે અને એ વિદ્યાર્થી દ્વારા એમનો પરિચય નઈ બોલાય અને વિદ્યાર્થી પાર્થનાસભામાં રડવા લાગે છે. અને બધા વિધાર્થીઓ એને જોઈ ને હસે છે.અને ટીચરઓ પણ એને ટીકાઓ કરવા લાગી. એથી વિદ્યાર્થીને વધુ ડર લાગ્યો. અને એમને ખૂબ દુઃખ લાગ્યું. એ પોતાને જાત ને કોસવા લાગ્યો. કે "મારાથી જ કેમ નઈ થાય". અને બીજા દિવસે પણ પરિચય બોલવા માટે ના પાડે છે અને હાર માની લેય છે કે મારાથી નઈ બોલાય. એને એક સામાન્ય પરિચય બોલવા માટે પણ આફત લાગવા લાગી. એને ખુદ પર વિશ્વાસ રહેતો નથી.એને મુસીબત એટલી પણ મોટી નથી એટલી એ માની લેય છે.પણ થોડી વાર પછી વિદ્યાર્થીના ક્લાસ ટીચર દ્વારા સમજવામાં આવ્યું. અને એ વિદ્યાર્થીએ થોડી પોતાનામાં થોડી હિમ્મત કરી બીજા દિવસે સરસ રીતે પોતાના પરિચય આપ્યો.

    ઘણી વાર એવું પણ થાય છે કે આપણે જેણે આપણા માનતા હોય એ પણ આપણે ને સાથ આપતાં નઈ હોય છે.અને આપણ ને સગા પણ માનતા નઈ હોય છે.અને આપણે એમના ભરોસે હોય એ છીએ.જે આપણને વિનાશ તરફ લઈ જાય છે.આપણે બીજા પર ભરોસો કરતાં પહેલા પોતાના પર ભરોસો કરવો જોઈએ. કેમકે આપણે બીજા કરતાં પોતાને સારી રીતે ઓળખ્યે છીએ. 


લેખિકા:- રિંકલ દેશમુખ 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ