Recents in Beach

અસફળતાની પાછળ જ સફળતા|Success behind failure in Gujarati



 શું તમે પણ જીવનમાં અસફળ થયા છો..? જો તમે અસફળ થયા પછી હાર માની લીધી હોય તો.. તમારામાં આત્મવિશ્વાસ નથી.  અને તમે જો અસફળ થયા બાદ પણ થાક્યા વગર પ્રયત્ન કરતા હોવ તો તમારે જાણી લેવાનું કે સફળતા નજીક છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ અસફળ થયા, પછી પણ બીજાના સહારો લીધા વગર આગળ વધી રહ્યો છે. તો તેને દુનિયાની કોઈ તાકાત અસફળ થવા માટે હરાવી શકતી નથી. અને જો પોતાનો આત્મવિશ્વાસ ડગમગાવી દીધો. તો જાણી લેવાનું કે તમને અસફળ થતાં કોઈ નઈ રોકે. હંમેશા ચાલતું રહેવું પડે છે.ઘણીવાર કેટલી અસફળતારૂપી બાધા આવે છે. તો પણ આપણે પોતાના પર વિશ્વાસ રાખી આગળ વધતુ રહેવું પડે.ત્યારે જ સફળતા તમને મળે છે.



       એકવાર એક છોકરો જંગલ તફર ફરવા ગયો. જંગલમાં ફરી ફરી ને એક ઝાડ નીચે આરામ કરવા બેસ્યો, પણ તેને તરસ લાગી. તે પાણી ની શોધમાં આમ તેમ ફરવા લાગ્યો. ઘણું જંગલ ફરી ફરી ને થાકી ગયો. ઘણું ફર્યા પછી તેને એક પાણી નું ઝરણું દેખાયું. તે છોકરો પાણી પીવા માટે ઝરણાં પાસે ગયો. ઝરણાં પાસે જઈને પાણી જોયું તો જંગલના  પશુ પાણી પીય ને ગયા અને પોતે હાથ-પગ પણ  ધોયા એટલે પાણી સાવ ગંદુ થઈ ગયુ.. હવે છોકરો વિચાર કરે કે પાણી તો સાવ ગંદુ થઈ ગયું છે. છોકરાને બહુ તરસ લાગી હોવાથી છોકરો રડવાં લાગ્યો અને વિચારે છે કે, હું કઈ રીતે પાણી પીવું...? છોકરો ઝરણાં પાસે જ બેસી ને વિચાર કરે કે બીજે  કશે પાણી તો નઈ મળે તો શુ કરું..?તો થોડી વાર અહીં જ બેસું પછી પાણી થોડુ વહી જશે પછી પી લઈશ.. એટલે છોકરો થોડી વાર ઝરણાં પાસે બેસે છે.. થોડી વાર પછી ગંદુ પાણી બધું વહી ગયું અને પાણી એકદમ સાફ કાચ જેવું થઈ ગયું. અને છોકરાએ એ ઝરણાંનું પાણી પી ને પોતાની તરસ મટાડી લીધી.



         એવી જ રીતે આપણા જીવનમાં ઘણી એવી મુશ્કેલીઓ આવે છે. અને  આપણે અશાંત મગજે નિર્ણય લઈએ છીએ. અને પછી મુશ્કેલીઓમાં મુકાયે છીએ... અને આગળ વધવા માટે હાર માની લઈએ છીએ.આપણે પોતાને અશાંત કરી દઈએ છીએ.આપણે સફળતા મળતા માર્ગથી ભટકી જઈએ છીએ.પણ જો શાંત મનથી વિચાર કરી અને આપણે અસફળતા પાછળ કરેલી ભૂલો ને સ્વીકારીને આગળ વધીએ તો સફળતાનો રસ્તો આપો આપ ખુલી જાય છે.અને એકવાર ને એકવાર સફળતા જરૂર મળે છે.


             "બનાવ તારી સફર કંઈક એવી કે,
                તારી મંજિલને પણ ઇર્ષ્યા થાય,
                 હાર જીત ની વાત નથી,
                પણ હરીફ દ્રારા પણ ચર્ચા થાય..."®


લેખિકા- રિંકલ દેશમુખ 



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ