Recents in Beach

ઉપશિષ્ટભાષા એટલે શું? (Slang- સ્લેંગ)

   વ્યવસાયિક કે ધંધાદારી બોલી કરતા ભિન્ન પ્રકારના કેટલાંક શબ્દ પ્રયોગો પ્રચલિત હોય છે. સામાજિક દ્રષ્ટિએ થતા આ પ્રયોગો શિષ્ટરૂપી ધરાવનાર વ્યક્તિઓને પસંદ પડતા નથી. આવા પ્રયોગોનો ઉપશિષ્ટ અથવા વક્રભાષા તરીકે ઓળખવામાં આવે છે. ભાષાની એકવિધતામાંથી ઉપજતા કંટાળામાંથી મુક્તિ મેળવવા પણ આવા  પ્રયોગો થતા હોય છે.

 

સ્લેન્ગ-Slang VNSGU

 આ પણ એક પ્રકારની વિશિષ્ટ ભાષા જ છે. પ્રત્યેક વ્યવસાયિક પોતાની ઉપશિષ્ટ ભાષા હોય છે. દા.ત.- વિદ્યાર્થીઓની સ્લેંગ, વેપારીઓની સ્લેંગ, કલીગોની સ્લેંગ તેમજ ચોરો અને ઠગોની પણ સ્લેંગ હોય છે.

 

 આ પ્રકારની ભાષા સમાજમાં મોટે ભાગે યુવાન વયના કોલેજના વિદ્વાનો વાપરતા હોય છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સીટીમાં ભાષા ભણાવતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સ્લેન્ગને ડોક્ટર યોગેન્દ્ર વ્યાસે નોધ્ય છે, જે નીચે મુજબ છે:

દા.ત.-

 ૧. “હરિયાળી હોય ત્યાં જવું.’ (છોકરીઓ હોય ત્યાં જવું)

૨. “જનોયવાળા લેતા આવવું.” (બીડી લેતા આવવું)

૩. “ફલાણા તો રીયલ પ્રોફેસર છે.” (વસ્તુને ગુજવી નાખનાર પ્રોફેસર.)

૪. “એ ટેક્સી!” (રખડું છોકરી જતી હોય ત્યારે ) વગેરે..

 

  આ ઉપરાંત “ક્વેશ્ચન લગાવે છે ટ્યુબલાઈટ થઇ નથી?”, “ખપાવે છે.?” બામસે પેપર વેઇટ મુકવું?, એની ફિલ્મ ઉતરી ગઈ? જેવા સ્લેંગથી લોકો પરિચિત થઇ ગયાં છે. આ વાત થોડા સમય પુરતી ચમત્કૃતિ બનાવતાં શબ્દનો પ્રયોગોનો વપરાશ ઓછો થતાં એને સ્થાને થતાં રહે છે.

 

 ઉપશિષ્ટ ભાષા સામાન્ય ભાષાનો એક વિશિષ્ટ ભાગ છે. છતાં આ શબ્દને વ્યાખ્યા બધ્ધ કરવાનું અઘરું છે. એક ભાષા વિશે કહ્યું છે કે “આ એવી વસ્તુ છે જેને બધા ઓળખે છે અને છતાં કોઈ એની વ્યાખ્યા આપી શકતું નથી.”

 સામાન્ય ભાષાથી એની ભિન્નતા વિશિષ્ટ શબ્દોના ઉપયોગમાં રહેલી છે. પણ એથી એને ગ્રામ્ય બોલી કહી શકાય નથી. આ ભાષામાં વ્યાકરણના સિદ્ધાંતોને નેવે મૂકી દેવામાં આવે છે. ભાષામાં રૂઢ થઇ ગયેલા શબ્દોમાં નવીનતા કે તાજગી લાવવા આવા પ્રયોગો થતા હોય છે.

 સામાન્ય રીતે સમાન વ્યવસ્થાનો સાથે રહેતા લોકોનો આવા શબ્દ પ્રયોગો થતા હોય છે. લેડીઝ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓની વોર્ડનને સાસુ કહે છે તો શિક્ષકો ઉત્તરવહીઓના બંડલને ભાણીયો કહે છે.’

 

 ઉપશિષ્ટ ભાષાના નીચે કેટલાંક ઉદાહરણ જોઈએ તો......

૧. વિકૃત અંગોવાળા માણસને અલ્તાવક્ર

૨. ખુસામત કરનારને પોલ્સન

૩. વિધાનસભામાં પાટલી બદલનારને “આયારામ-ગયારામ” શબ્દોથી નવાજાય છે.

૪. રસોઈયાને મહારાજ કે ભટ્ટ

૫. ગરાસિયાને દરબાર, રબારીને દેસાઈ કહેવામાં આવે છે.

૬. “ખાલીના અર્થમાં ઠંન- ઠંન ગોપાલ”

૭. જર્જરિત માટે ખડ – ખડ પંચમ, જેવા પ્રયોગો ભાષામાં થતા હોય છે,

 

 એ જ પ્રમાણે મંદ બુધ્ધિવાળા માટે ત્રીજો માળ ખાલી છે. જેવા ઘણા સ્લેન્ગ પ્રયોગો નિમ્ન સ્તરીય ભાષામાં જોવા મળે છે.

 આ ઉપરાંત ગમાર માટે બોચિયો, રાજા વગર વર્ગમાં ગેરહાજર રહેવા માટે ગોટલી મારવી જેવા સ્લેંગ વપરાય છે.

 સંસ્કૃતનાં કેટલાંક સ્લેન્ગમાં ઉદા. જોવા મળે છે. જેમાં બહુ મોટા કાઠાવાળી સ્ત્રી માટે હેડંબા જેવી સ્લેન્ગ વપરાય છે.

 

     આ પ્રકારના પ્રયોગો જોતા લાગે છે કે એનું નિર્માણ શેક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક તત્ત્વો દ્વારા થતું હોય છે છતાં લોક મર્યાદા અને વિશિષ્ટરુચિની સદંતર વિશિષ્ટતા કરવામાં આવે છે. નવીનતા, વિનોદએડ સ્લેન્ગના જન્મના કારણ છે.

 

 આમ બધા દેશ અને બધા લોકસમૂહમાં સ્લેન્ગ કે ઉપશિષ્ટ ભાષા વપરાતી હોય છે. એ એક પ્રકારના ચબરાકીયા છે. જેનો ઉદ્દેશ બોલનારના કથ્યત્વને ધારણા કે કટાક્ષયુક્ત બનાવવાના છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ