Recents in Beach

ગુજરાતી ભાષામાં નીશિધ શબ્દો|Gujarati Bhasama Nishidh shbd

કેટલાંક શબ્દોનું ભાષામાં અસ્તિત્વ હોય છે, અને સૌકોઈ સમજી શકે છે. છતાં એક યા બીજા કારણે એનો ઉપયોગ સભ્ય સમાજમાં કરાતો નથી.

 

Gujarati Bhasama Nishidh shbd

  ભાષા વિજ્ઞાનના ક્ષેત્રે શબદભંડોળના પ્રશ્ન સાથે કેટલાંક ઢાળ સંકળાયેલા છે. એમાનું એક નિષિધ શબ્દોનું વિચાર છે. આવા શબ્દો દ્વારા સમાજમાં વિચારો અને મૂલ્યોનું પ્રતિબિંબ જોવા મળે છે.

 દરેક સમાજમાં કેટલાંક શબ્દોને નિષિધ શબ્દો ગણવામાં આવે છે. અર્થાત શિષ્ટ સમાજમાં આ પ્રકારના શબ્દો વપરાતાં નથી.

 આ પ્રકારના શબ્દો સમાજની અભિરૂચી સંસ્કારિતા, વિચારો અને રીત-રિવાજો અને પ્રસંગોએ વપરાતાં હોય તો બીજા પ્રસંગોએ વપરાતાં નથી. એક પ્રકારના મુલ્યો એક બાળક કયા કુટુંબમાં ઉછેર્યો છે, તેના પર નિર્ભર છે.

  એક કુટુંબનું બાળક સેક્સ (Sex) સંબંધી શબ્દો ઉચ્ચારવાનું ટાળતા હોય તો અન્ય કુટુંબના માટે એ વિષે અફસોસ ના હોય એ સહજ રીતે ઉચ્ચારતા હોવાનું સંભવે છે.

 કેટલાંક ચોક્કસ સમાજને ધાર્મિક શબ્દોનો પ્રયોગ કરવામાં આવે તો તે અપવિત્ર ગણવામાં આવે છે.

 ખ્રીસ્તિઓને કોઈ પણ સ્થળે એકાંતમાં લોર્ડનું નામ લેવાનું વ્યર્થ છે. એ જ રીતે પ્રત્યક્ષ સમયમાં વત્તે-ઓછે સેક્સ (Sex) કે એ વિષે વાત કરવી સહજ ગણવામાં આવે છે.

 

 ગુજરાતી ભાષામાં કેટલાંક શબ્દો નિષિધ તરીકે ઓળખાય છે.

૧. ગુજરાતીમાં એક સમયે ‘સગર્ભા’ સ્ત્રીને માટે ‘બે જીવ સોતી’ શબ્દ વપરાતો હતો, પણ હવે ‘સગર્ભા’ શબ્દ નિષિધ રહ્યો નથી.

 

૨. ‘મરણ પામ્યા’ ને બદલે ‘સ્વર્ગવાસી થયા’, કૈલાસવાસી થયા’, વૈકુંઠવાસી થયા’ કે ‘દેવલોકવાસી’ જેવા શબ્દો વાપરવાનું વલણ જોવા મળે છે.

 

૩. ‘બહેન વિધવા થઇ’ને બદલે સૌરાષ્ટ્રમાં ‘બહેન દુઃખાણી થઇ’ જેવા શબ્દો વપરાય છે.

૪. ‘આંધળા માણસ’ને ‘સુરદાસ’, ‘ડોશીને માજી’ કહેવાનું પણ વલણ જોવા મળે છે.

 

  આ પ્રકારના શબ્દો વાપરતા વ્યક્તિ  આ શબ્દો શા માટે નિષિધ છે તે જાણતાં નથી છતાં એનો વપરાશ માત્ર તીવ્ર લાગણીને પ્રગટ કરવા માટે જ થતો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈