Recents in Beach

સમાસના પ્રકારો|Samaasna Prkaro

૧. દ્વન્દ્વ સમાસ:-


  દ્વન્દ્વ એટલે જોડકું, બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતાં હોય તેવા પદોના બનેલા સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે.

   આ સમાસનો વિગ્રહ ‘અને’, ‘કે’, ‘અથવા’ જેવાં સંયોજકો વડે થાય છે.

   આ સમાસ સર્વપદપ્રધાન સમાસ છે.

 

ઉદાહરણ:-

   માતાપિતા- માતા અને પિતા

   ભાઈ બહેન – ભાઈ અને બહેન

   તડકો છાયો- તડકો અને છાયો

   બે ચાર – બે કે ચાર

   ચા કોફી- ચા કે કોફી

   ઠંડું ગરમ- ઠંડું અથવા ગરમ

 

  આમ ‘અને’, ‘કે’, ‘અથવા’ જેવા સંયોજકો વડે વિગ્રહ પામતાં સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે.

 

 

૨. તત્પુરુષ સમાસ:-


  જ્યારે સમાસના બંને પદો વિભક્તિના પ્રત્યયોથી છૂટાં પડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે.

  જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિનો સબંધ હોય તેને તત્પુરુષ સમાસ કહે છે.

  તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગોણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.

  એ, ને, માં, નો, ની, નું, નાં જેવા વિભક્તિનાં પ્રત્યયો વડે સમાસના પદોનો વિગ્રહ થાય છે.

  આ સમાસ એકપદ પ્રધાન છે.

 

ઉદાહરણ:-

  મરણશરણ- મરણને શરણ

  ધર્મ શ્રદ્ધા- ધર્મમાં શ્રદ્ધા

  લોક સેવક- લોકોના સેવક

  વાતવરણ- વાતનું આવરણ

  સ્નેહભર્યા- સ્નેહથી ભર્યા

  રાષ્ટ્રધ્વજ- રાષ્ટ્રનો ધ્વજ

  દેશભક્તિ- દેશની ભક્તિ


 

મધ્યમપદલોપી સમાસ

 

 

૩. મધ્યમપદલોપી સમાસ:-


  જે સમાસના બે પદોનો વિગ્રહ કરતાં વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમપદલોપી સમાસ બને છે એટલે કે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે.


  આ સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સબંધ પણ જોવા મળે છે.

  આ એકપદ સમાસ છે.   


ઉદાહરણ:-

  મીણબત્તી- મીણ વડે બનેલી બત્તી

  ટપાલ પેટી- ટપાલ નાખવાની પેટી

  હિમડુંગર- હિમ વડે બનેલો ડુંગર

  દીવાસળી- દીવો સળગાવવા માટેની સળી

 મેઘ ધનુષ- મેઘ વડે બનેલું ધનુષ

 સહન શક્તિ- સહન કરવા માટેની શક્તિ

 માનવકૃતિ- માનવ વડે બનેલી કૃતિ

 શિક્ષા વચન- શિક્ષા માટે કરવામાં આવેલું વચન

 

 

 

૪. કર્મધાર્ય સમાસ:-


  જે સમાસના બંને પદો વિશેષણ-વિશેષ્ય સબંધથી જોડાયેલાં હોય તેને કર્મધાર્ય સમાસ કહે છે. એટલે કે કર્મધાર્ય સમાસનું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે.

  કર્મધાર્ય સમાસનું પ્રથમપદ વિશેષણ દર્શાવે છે.

  આ સમાસ એક પદપ્રધાન છે.

 

ઉદાહરણ:-

  મહાદેવ- મહાન દેવ

  હાસ્યબાણ- હાસ્યરુપી બાણ

  જગન્નાથ- જગતરૂપી નાથ

  નરસિંહ- નરરુપી સિંહ

  સજ્જન- સતરૂપી જન

 વાયુવેગ- વાયુરૂપી વેગ

 જીવનજળ- જીવનરૂપી જળ

 

 

 

૫. ઉપપદ સમાસ:-


   જે સમાસનું ઉત્તરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય અને બંને પદ વચ્ચે વિભક્તિ સબંધ હોય તો તેને ઉપપદ સમાસ કહે છે.

  આ સમાસ બંને પદો અન્યપદના વિશેષણ તરીકે આવે છે.

  આ સમાસ અન્યપદ પ્રધાન છે.

 

ઉદાહરણ:-

નર્મદા- નર્મને આપનાર

સર્વજ્ઞ- સર્વને જાણનાર

માર્ગદર્શક- માર્ગને દર્શાવનાર

ગિરિધર- ગિરીને ધારણ કરનાર

અન્નપુર્ણા- અન્નને પૂર્ણ કરનાર

સાગર ખેડુ- સાગરને ખેડનાર

ગગનભેદી- ગગનને ભેદનાર

પંકજ- પંકમાં જન્મનાર

 

 

 

૬. બહુવ્રીહી સમાસ:-


  જ્યારે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ- વિશેષ્ય સબંધ હોય, ઉપનામ-ઉપમેય સબંધ હોય અથવા પરસ્પર વિભક્તિ- સબંધ હોય અને તેનાથી બનેલું સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે.

 

 આ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે જેનો, જેની, જેનું, જેનાં, જેમાં, જે, જેને, જેનાથી, જેના વડે, જેના માટે, જેમાંથી જેવાં સર્વનામો વપરાય છે.

  આ સમાસ અન્યપદ પ્રધાન છે.

 

ઉદાહરણો:-

  દીર્ઘદ્રષ્ટિ- જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે

  ગજાનન- જેનું મુખ ગજ જેવું છે તે

  અમર્યાદા- જેની મર્યાદા નથી તે

  એકરાગ- જેનો રાગ એક છે તે

  પાણીપંથો- જેનો પંથ પાણી જેવો છે તે

  કૃતાર્થ- કૃત છે અર્થ જેનો તે

 

 

 

૭. દ્વિગુ સમાસ:-


  જ્યારે સમાસના બંને પદોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય.

  સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. એટલે કે પ્રથમ પદ સંખ્યા દર્શાવતું હોય છે.

  આ સમાસ એકપદ પ્રધાન છે.


 

ઉદાહરણ:-

નવરાત્રી- નવ રાત્રીનો સમૂહ

પંચતંત્ર- પાંચ તંત્રનો સમૂહ

 ત્રિભુવન- ત્રણ ભુવનનો સમૂહ

ચોમાસું- ચાર માસનો સમૂહ

 નવરંગ- નવ રંગનો સમૂહ

 ષડરસ- છ રસનો સમૂહ

 

 

 

૮. અવ્યયીભાવ સમાસ:-


  જે સમાસના પ્રથમપદમાં અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તેવા સમાસને અવ્યયીભાવ સમાસ કહે છે.

  આ સમાસના પૂર્વ પદમાં યથા, પ્રતિ, આ, ઉપર, શ, અધો, સ જેવાં અવ્યયો આવે છે.

 

ઉદાહરણ:-

  પ્રતિક્ષણ- દરેક ક્ષણે

  અધો મુખ- મુખ નીચું રાખીને

  સવિનય- વિનય સાથે

  યથા પૂર્વ- પહેલાં પ્રમાણે

  આજીવન- જીવન સુધી   

સત્યપ્રકાશ-સામાયિક Click Her


મિત્રો તમારા મતે શું? આપણે પણ you tube🔔 ચેનલ બનાવવી જોઈએ. કોમેન્ટ કરીને તમે જણાવો.ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈