Recents in Beach

સાહિત્યકાર સુરેશ જોશીનો નિબંધકાર અને નવલકથાકાર તરીકે પરિચય|Suresh joshi no parichy

સાહિત્યકાર સુરેશ જોશીનો નિબંધકાર અને નવલકથાકાર તરીકે પરિચય આપો.

 

  કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક અને અનુવાદક એવા સુરેશ જોશીનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામમાં ૩૦મી મેં ૧૯૨૧નાં રોજ થયો. બાળપણ સોનગઢમાં વિત્યું, પ્રાથમિક શિક્ષણ સોનગઢની શાળામાં, માધ્યમિક શિક્ષણ નવસારીમાં અને મુંબઈની એલફીસ્ટન કૉલેજમાંથી બી.એ. તથા એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં ડી.જે. સિંઘ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી વલ્લભ વિદ્યાનગર અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના અધ્યાપક તથા અધ્યક્ષ તરીકે નિવૃત્તિ સુધી કાર્યરત રહ્યા. એમને નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા. એમણે ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ અને એતદ જેવા સામાયિકોના તંત્રી તરીકે સફળ કામગીરી બજાવી. કિડનીની બીમારી તથા હ્રદયરોગથી નડિયાદની હોસ્પિટલમાં ૬-૯-૧૯૮૬ના રોજ તેમનું અવસાન થયું.

 

  ગાંધીયુગ અને અનુંગાંધીયુગ સુધી અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત રહેલી અર્વાચીન ચેતના યુરોપિય સાહિત્યના સમાગમમાં અવાર નવાર આવેલી ખરી પરંતુ એ પરત્વેની તીવ્ર સભાનતા સુરેશ જોશીના સર્જન વિવેચનથી ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ થયું. સુરેશભાઈ રવિન્દ્રનાથની શેલીને અનુસરતા હોવા છતાં યુરોપિય સાહિત્યના સંપર્કથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ એમના લલિત નિબંધોમાં કરે છે. ઘટનાને ઓગાળી નાખતી કપોળ કલ્પિતને ખપમાં લગાડતી ભાષા પ્રક્રિયા પ્રત્યે નિ:સભાનતા એમની ટૂંકી વાર્તાઓમાં દેખાય છે. એમની નવલકથાઓમાં ઘટના તત્ત્વોનો હાસ અને ભાષાની વિવિધ તરાહો જોવા મળે છે. યુરોપિય કવિતાના અનુકાર્ય દ્વારા અંધદાસની નવી દિશા ખોલતી એમની કવિતાઓ તથા રૂપલક્ષી સર્જક વ્યાપારને અનુંભૂદન આપતું આધુનિક તત્ત્વ સ્પર્શી વિવેચન આ સર્વ યુગ પ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો આદર્શ ઉભો કરવાનો પ્રયત્નો કર્યો છે.

 

નિબંધકાર સુરેશ જોશી:-

   નિબંધનું લલિત સ્વરૂપ સુરેશભાઈએ બાંધી આપ્યું છે. એમની પાસેથી જનાન્તીકે, ઈદમ સર્વમ, અહો બત કીમ આશ્ચર્યમ, ઇતિ મેં મતિ જેવા મોલિક નિબંધ સંગ્રહો મળ્યા છે. એમના નિબંધોમાં લાલિત્ય છે જે સર્જનાત્મક ગદ્યથી સિદ્ધ થાય છે. એક રીતે જોઈએ તો એમના નિબંધોમાં કોઈ વિષયથી અને જો કોઈ વિષય શોધવો જ હોય તો તે લેખકનો ‘હું’ છે. લેખકના ‘હું’ ની આ વિસ્તાર લીલા છે. એ લીલામાં રમણીયાળ શેશવ ગહન, ગંભીર મૃત્યુ પ્રેમ કવિતા પ્રકૃતિ સમાજ અને રાષ્ટ્ર આદિનું નિરૂપણ થયું છે. આ ‘હું’ ની લીલામાં ક્યારે અહમ નથી. તે ભાવકને પણ એમાં સહભાગી બનાવે છે. સુરેશ જોશી સાચે જ એમના નિબંધમાં મોહક પુરુષ બનીને આવે છે. (ચાર્મિંગ મેન) અર્થાત તેઓ સતત આપણને કંટાળા વિનાની કંપની આપે છે. કોઈપણ જાતનું અંતર પોતાની સમસ્ત ચેતનાથી અંત:કરણથી તેઓ વાત કરતા હોય છે. અને વાત કરવી એ જ એમનું પ્રયોજન હોય છે. એમના ગદ્યમાં આત્મીયતાનો સ્પર્શ છે. એટલે એમના નિબંધોમાં જાત જાતની રાગીણીઓ સાંભળી શકાય છે. આ નિબંધોમાં વાત છે સોંદર્યની, પ્રકૃતિની, વેદનાની સર્જકને લગાતાર જાણે કે એક શિકાયત પણ છે, જ્યારે પાસના લોકોની સોંદર્ય ઝડપાવતી વાણિજ્ય વૃત્તિની નિર્દયતાથી, કરિસ્તતાથી તેઓ દુઃખી થાય છે અને આજ બાબત તેમના નિબંધને સાચા અર્થમાં પર્સનલ Essy બનાવે છે.

 

  નિબંધકારની ચેતના સર્જકતા પ્રગટાવે છે. લલિત નિબંધમાં ગદ્યને સ્વાયત બનવું પડે છે. તેથી જ તેઓ કલ્પન ઇન્દ્રિય વ્યંગ્યનો આશ્રય લે છે “ઝરમર ઝરમર તડકો વરસે છે.” અહીં વરસાદ વરસવાની પ્રક્રિયા તડકામાં નિરુપાય છે. આ છે ભાષાનું માધુર્ય વળી એમના નિબંધમાં પ્રકૃતિ ચિત્રોની સાથે માનવીય સબંધો પણ જોઈ શકાય છે. ગુજરાતી નિબંધમાં રવીન્દ્રનાથનાં ગદ્યની ઉત્તમ છટાઓ સુરેશ જોશીના નિબંધમાં જાત જાતની તરાહો લઈને પ્રગટ થતી દેખાય છે. એમના જનાન્તીકે ના નિબંધોમાં સોનગઢના સંસ્કારો શેશવનો પરિવેશ અરણ્ય સ્મૃતિ પ્રકૃતિનાં વિવિધ અંગો, નગર સંસ્કૃતિની કૃતકતા વિશ્વ સાહિત્યની રસિકતા અને કાવ્યાત્મક ગદ્ય ઉપસાવતા આ નિબંધો ગુજરાતી લલિત નિબંધ ક્ષેત્રે કાકા સાહેબ કાલેલકર પછી મહત્વના લક્ષણો પ્રસ્થાપિત કરે છે. આ ઉપરાંત એમનાં ‘ઈદમ સર્વમ’, અને ‘અહો બત કીમ આશ્ચર્યમ’, ‘ઇતિ મેં મતિ’ જેવા નિબંધ સંગ્રહોમાં ચિંતન શિલતા અને એક કલા ધર્મીની ભાષાભિમુખ પીડાઓની વિવિધ તરાહો જોવા મળે છે. આ ઉપરાંત એમના કેટલાંક ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એવા હજારેક જેટલા નિબંધો શિરીષ પંચાલે ભાવ પદીમાં સંકુચિત કર્યા છે. આ નિબંધો લેખકના વ્યક્તિત્વથી રશીધ્ધ છે. એ વાંચતા રસાત્મકતાનો અનુભવ થાય છે. આ રીતે પાશ્ચાત્ય બર્નલ Essyથી અલગ પડે એવા નિબંધો સુરેશભાઈએ આપ્યા છે. એમનામાં વ્યક્તિત્વ, વ્યંજકતા વિશેષ છે. તીવ્ર ઇન્દ્રિય બોધ છે, મોકળાશ છે, તથા રિલ્કે જેવા પાશ્ચાત્ય નીબંધકારની વિશેષ અસર જોઈ શકાય છે.

 

નવલકથાકાર સુરેશ જોશી:-

  છિન્ન પત્ર, વિદુલા, કથાચક્ર અને મરણોત્તર એ એમની લઘુનવલ છે. આ સર્વમાન નવલકથાને સતત પ્રયોગશીલ અને શુદ્ધિ તરફ વળાવાનું એમનું લક્ષ્ય દેખાય છે. પ્રેમ, નારી અને મૃત્યુની સંવેદનાઓ ફરતે ઓછામાં ઓછા કથાનકને લઈને ચાલતી આ લઘુનવલકથા કલ્પન નિષ્ટ અને ભાષા નિષ્ઠ છે. તેથી વાસ્તવિકતાના વિવિધ સ્તરોને પર્સનલી અને સમયાનુક્રમે અતિક્રમી જવાની બની છે. લલિત નિબંધનું સ્વરૂપ સમાંતર દેખાતું ચાલ્યું હોવાથી પ્રતીતિ અહીં થાય છે. આ ચારેય નવલકથા આ લેખકના માંનોરત્ન રૂપે જોવાય છે. એ કથાઓમાંથી પસાર થતાં સર્જકના ભીતરમાં રહેલી સ્ત્રી સબંધની જટિલતા, સંકુલતા અને અનુભૂતિઓનું પગેરું મળે છે. સ્ત્રી સબંધ પ્રત્યેની મુગ્ધ આત્મીયતા તેને પ્રાપ્ત નહિ કરી શકવાની ખિન્નતા, વેદના વિશાળ અને વિછિન્નતા આદિના ભીતરી સંચરનો એમાં ઉપર તળે થયા કરે છે. ખરેખર તો અહીં સ્ત્રી સબંધ એક નિમિત છે. એની એક સ્તરે રોમેન્ટિક ખરી પણ આ કથાઓ રૂઢ પ્રકારના રોમેન્ટિક નિરૂપણની નથી. એમાં તો વિભિન્ન મન: સ્થિતિનું વિશ્લેષણ કરીને તેની સાચી ઓળખ મેળવવાનો પ્રયાસ છે. આથી જ આ નવલકથાઓથી જુદી પડી જાય છે. અસ્તિત્વની તીવ્ર ભીંસ વચ્ચે પ્રેમ અને મૃત્યુ જેવા જીવનના બે રહસ્યો તાગવાનો ઉપક્રમ આ કથાઓમાં રહેલો છે.

 

  વિદુલા નવલકથામાં પતિ સાથેના અણબનાવથી નીચી સ્વાયત્ત અસ્તિત્વને સ્થાપવા મથતી વિદુલાનું વિશિષ્ટ વ્યક્તિત્વ નીરુપાયું છે. કથાચક્રમાં સુરેશભાઈ સંવિધાન કળા યોજે છે. કથાચક્રનો નાયક અનામી છે, તે અતીથ અને સાંપ્રતમાં સતત ઝોલા ખાય છે. છિન્નપત્રમાં એકથી વધુ સ્ત્રી-પુરુષોના નિર્દેશ થયા છે. છેલ્લે આપેલું પરિશિષ્ટ કૃતિના આગળના ૫૦ ખંડોને સંયોજવાનું કામ કરે છે. મરણોત્તરમાં કેટલેક અંશે ન તત્ર સૂર્યોભાતિ સંગ્રહની અને મરણની સાથે સબંધ જોડાયેલો લાગે છે. એમાં કશું જ નોંધપાત્ર બનતું નથી, ચરિત્ર વિકાસ પણ નથી.

 

  આમ સુરેશભાઈનાં સમગ્ર કથા સાહિત્યકાર દ્રષ્ટિ કરતા જણાય છે કે તેમનો હેતુ શુદ્ધ કલાકૃતિનું નિર્માણ કરવાનો જ રહ્યો છે.




નર્મદયુગ- સુધારાયુગને પ્રેરનારા પરિબળો અને તે યુગના સાહિત્યના લક્ષણો વિગતે સમજાવો.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ