Recents in Beach

સુમન શાહને સર્જક તરીકે ઘડનારા પરિબળો|Suman shah gujarati Sarjak

 
સુમન શાહને સર્જક તરીકે ઘડનારા પરિબળો

 

  શાહ સુમનચંદ્ર ગોવિંદલાલ- ‘સુમન શાહનો જન્મ તા.૧-૧૧-૧૯૩૯માં દયારામ નગરી ડભોઇ જિલ્લે વડોદરા મુકામે થયો હતો. તેમને સર્જક તરીકે ઘડવામાં ભાગ ભજવનાર કેટલાંક પરિબળોને જાણીએ.

 

બાળપણ: પિતા-દાદા-વતનનો ફાળો:-

 

 અભ્યાસની સાથે સાથે રોજ એક પુસ્તક વાંચનનો નિયમ બનાવ્યો તે પછી બબ્બે પુસ્તક વાંચી જતાં. બાલ્યકાળથી જ વાંચનનો આ શોખ સર્જક તરીકે ઘડવાનું કામ કરે છે. ટચુકડી ૧૦૦ વાર્તાઓ એમના ચિત્ત પર અસર છોડેલી. એમાંની ‘મામો-ભાણો- ખીમાને બીજલની વાર્તાઓ એમણે સ્મૃતિમાં રહી જાય છે. એજ રીતે બકોલ પટેલની વાર્તાઓએ એમના ચિત્ત પર ઊંડી છાપ પાડી. આમ, પુસ્તક વાંચન એ એમનો પ્રથમ પ્યાર તે પળને હરમાનસિંહની જાસૂસી કથાઓ બહુ ગમતી પણ એક વખત લેભાગુ ડિટેક્ટીવ હાથે ચઢી ગયા પછી જાસૂસી કથાઓમાંથી રસ ઉડી જાય છે. બાળપણમાં તેઓ ડરપોક પ્રકૃતિ ધરાવતાં હતા. ઘરનાં ત્રીજા માળે જતાં ગભરાતાં વિદ્યાર્થીકાળ દરમિયાન શિસ્ત વાંચન સ્પર્ધાઓ, સીઘ્ર વકૃત્વ અને જાહેર સંવાદોમાં ભાગ લેતા એ રીતે એ તેઓ સતત ઘડાતા રહે છે.

 

  વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષામાં તાલુકામાં પ્રથમ આવેલા. આ પરીક્ષા માટે તે વખતનો જાણીતો ગોકુળદાસનો સેટ વાંચેલો. સંસ્કૃતના રૂપો ગોખવા અને સાથે સાથે અંગ્રેજી શીખવાની શરૂઆત પણ બંધાયેલું. એમનાં પિતાજી એમના જમાનાના એમની રીતના થોડાં કવિ હતા. જાણિતા નહિ અથવા સાવ ઓછા દયારામ પર એમણે પંક્તિ રચેલી-

“રસ ઝળતી લેખિની એની હળવી

એનું નામ અમર દયારામ કવિ..”

 

 

  એમના દાદા કૃષ્ણ ભક્ત ડભોઈમાં ભજનિક તરીકે એમણે નામ કાઢેલું. મળસકે જાગી અગાસીમાં કરતાલ લઇ મુક્ત કંઠે ભજનો ગાતા. ઓરડાના ખૂણે સેવાનું મંદિર સજાવેલું. ભજન મંડળોમાં કે ધર્મ સભાઓમાં જાહેરમાં ગાતા-નાચતા અને ઉત્કટતાની પળોમાં કૃષ્ણ-છબી સામે ઉભા થઇ નાચતાં. સર્જકે અનેક વાર જોયેલા. વતન ડભોઈમાં દયારામનો જન્મદિન વર્ષોથી ઉજવાતો. કિશોરાવસ્થાથી ચિત્ત પર એની છબી અંકાયેલી. દયારામની ગરબીઓ અને એમના પદોને ત્યારે એમના જ મૂળ થાળોમાં સાંભળવાનું બનેલું. એની પ્રબળ છાપ એમના પર પડેલી અને દયારામની રચનાઓ એમણે કંઠસ્થ થઇ ગયેલી. સર્જક કહે છે- એમ ઘણી વખત દયારામના પદો ગાઈ લેતાં. (સર્જકે દયારામના પદોનું સંકલન પણ કર્યું છે.) સર્જક સુમનભાઈ શરૂઆતમાં કવિતા લખતાં તે કદાચ આ જ સંસ્કારોથી.

 

 

અભ્યાસ-વાંચન પ્રેરકબળ:-

 

 મેટ્રિક થયા પછી બે વર્ષ કોમર્સમાં બગાડયા.કોમર્સમાં રસ નહિ. સી.એ.થવા માટે ઘરનાં લોકોનું દબાણ હતું. આ સમયગાળામાં વાંચનની ટેવ ઓછી થઇ ગઈ. છેવટે કોમર્સમાં નિષ્ફળતા મળતા આર્ટ્સમાં ગયા, ને વાંચવાની ટેવ પાછી જાગી ગઈ. અભ્યાસમાં સેક્સ પિયર, વર્ડ્ઝ વર્થ, કાલીદાસ, બાણ, શ્રી હર્ષ, મુનશી, હેમચન્દ્ર્ચાર્ય, અખો, પ્રેમાનંદ, ગોવર્ધનરામ, કાંત, મણિલાલ નભુભાઈ, હરિશ્ચન્દ્ર, બ.ક.ઠાકોર વગેરે. એમ.એ. થયાં પછી વાંચનની યાત્રા ચાલુ રાખી. ચેખાવ, હેમિંગ્વે, કાફકા, કામુ, દોસ્તો એ વસ્કી જેવા પાશ્ચાત્ય સાહિત્યકારોના સર્જનાત્મક લેખો ફાવ્યા એટલાં વાંચ્યા એમણે સાર્ત્રનાં ‘બીઈંગ એન્ડ નથીગનેસ જેવા ગ્રંથો વાંચેલા. ટૂંકમાં ભારતી, પાશ્ચાત્ય સર્જકોના પુસ્તકો પણ તેમને ઘડે છે. સાહિત્યકારોમાં સૌથી પહેલાં જ્યોતીન્દ્ર દવેને વાંચેલા.

 

 

  તેમને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ડભોઈની શાળામાં લીધેલું. ઉચ્ચ શિક્ષણ અર્થે વડોદરા આવી ૧૯૬૨માં ગુજરાતી- સંસ્કૃત સાથે બી.એ. ગોલ્ડમેડલ અને ૧૯૬૪માં આ જ વિષયો સાથે એમ.એ થયા. વડોદરાની એમ.એસ. યુનીવર્સીટીના આ ઉચ્ચ અભ્યાસકાળ દરમિયાન સુરેશ જોશી એમના પ્રિય અધ્યાપક એ શિવાય કોઈ શિક્ષકો વિશે વાત મળતી નથી. ‘ચન્દ્રકાંત બક્ષીથી ફેરો અને ‘સુરેશ જોષીથી સુરેશ જોશીમાં વિવેચન પુસ્તકોમાં જે લેખો છે. એ પી.એચ.ડી. પહેલાના ગાળામાં વંચાયા- લખાયા. એમ.એ. થયા બાદ ૭ વર્ષ પછી પીએચ.ડી. શરુ કર્યું અને બીજા ૭ વર્ષમાં પૂર્ણ કર્યું. પીએચ.ડી.ના રજીસ્ટ્રેશન પછી સતત ૪ વર્ષ સુધી તે રાત્રે ૮ થી ૨ વાગ્યા સુધી માત્ર શોધ નિબંધ માટે ફાળવ્યાં. આ એમની પ્રતિબદ્ધતા વિશેષ અપીલ કરે છે. પુસ્તક વાંચતી વખતે પેજની કોરી જગ્યાએ પેન્સિલથી લખવાની ટેવ. ‘સુરેશ જોશી થી સુરેશ જોશી એમનો પીએચ.ડી.નો શોધ નિબંધ વડોદરામાં અભ્યાસ કરતાં ત્યારથી સુરેશ જોશીના પટ્ટ શિષ્ય તરીકે ઓળખાતા. કમ્પ્યુટરનું જ્ઞાન આજના યુવાનને શરમાવે તેવું આ વિજાણું યંત્ર પર એમની જબ્બર પક્કડ છે. આમ એમ.એસ. યુનીવર્સીટીનો વિદ્યાભ્યાસ અને આધુનિકતાના હિમાયતી સુરેશ જોશીનો પ્રભાવ તેમનાં પર પડ્યો છે. તેમને સર્જક તરીકે ઘડવામાં સુરેશ જોશીનો ફાળો બહુ મોટો છે. તેમનાં ટ્યુશન શિક્ષકનો પણ તેમને ઘડવામાં બહુ મોટો ફાળો છે.

 

Suman shah gujarati Sarjak


દાંમ્પત્ય જીવન-અંગત જીવન:-

 

  સુમન શાહે રશ્મીતા શાહ સાથે લગ્ન કર્યા. રશ્મીતા શાહે પણ એમ.એ. ગુજરાતી સાથે કર્યું. એમનાં બે સંતાનો પુર્વરાગ અને મહિર. જેઓ અમેરિકા સ્થિર થયાં છે. અને એક દીકરાએ અમેરિકન યુવતી સાથે લગ્ન કર્યા છે. આમ સુખી દાંપત્ય જીવન પણ તેમને સર્જક તરીકે ઘડવામાં અનુકૂળ વાતાવરણ રચી આપે છે.

 

 

 વિદેશોનો વિશાળ પ્રવાસ:-

  સુમનભાઈએ વિદેશોનો પ્રવાસ ખૂબ કર્યો છે. અમેરિકામાં રહેતાં દીકરાને ત્યાં સુમનશાહ ફટફટીયું લઈને નહિ પણ પ્લેનમાં આવન- જાવન કરે છે. આ શિવાય ઇંગ્લેન્ડ, નેધરલેંડ, જર્મની, ફ્રાંસ, સ્વિટઝર્લેન્ડ, કેન્યા અને થાઈલેન્ડના પ્રવાસો સર્જકને ઘડે છે. આ પ્રવાસોથી જ તેઓ “સલામ અમેરિકા ઉર્ફે મારી વિદ્યાયાત્રા” નામે પ્રવાસ પુસ્તક આપે છે. પ્રવાસ દરમિયાન જે તે દેશની સંસ્કૃતિ સમાજ રીત-રિવાજો સર્જક ચિત્તમાં ઝીલાતાં રહે છે. આમ આ પ્રવાસો સર્જકને ઘડતાં રહે છે.

 

 

વ્યવસાય:-

 

  સુમનશાહે વર્કશોપમાં ટાઈમકિપરની નોકરી પણ કરી હતી. ૩૨નાં ડેઈલી વેજીસથી પણ તે થોડા સમય માટે. સુમનશાહનો મુખ્ય વ્યવસાય તો અધ્યયન-અધ્યાપનનો. આ અધ્યાપકના વ્યવસાયે સર્જક સુમનશાહનો ઘાટ ઘડવામાં મોટો ફાળો આપ્યો છે.

 

 ૧૯૬૪માં એમ.એ. થયા બાદ ઉપલેટા કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી કપડવંજ કોલેજમાં સેવા આપે છે. ૧૯૭૨થી ૧૯૭૭ સુધી બોડેલી કોલેજમાં આચાર્ય તરીકે કામ કર્યું. ૧૯૭૭થી વય મર્યાદાને કારણે નિવૃત્ત થયાં ત્યાં સુધી ગુજરાત યુનીવર્સીટી અમદાવાદ ભાષા સાહિત્ય ભવનમાં લીડર એ પછી પ્રોફેસર અને વિભાગ્ય અધ્યક્ષ રહીને અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રમાં ઉત્તમ કામ કર્યું. ૨૦૦૨માં નિવૃત્ત થઈને પણ ભારતમાં અને વિદેશમાં અધ્યાપક તરીકે સેવા આપી. નિવૃત્તિ પછી પણ શબ્દની સાધના-આરાધના સતત ચાલતી રહી. આ બધાથી સુમન શાહ ધડાય છે. ખાસ કરીને અધ્યાપનની ૪૦ વર્ષ સુધીની કામગિરી દરમિયાન અભ્યાસનું અને અભ્યાસ બહારનું વાંચન સતત ચાલતું રહ્યું હતું. આ સતત વાંચન- મનન અને પરીશીલને તેમને સર્જક તરીકે ઘડવામાં મોટો ફાળો આપ્યો છે.

 

  સુમનભાઈને મળેલા એવોર્ડ પણ સર્જકના ઉત્સાહને પ્રેરે છે. (૧) ‘ચન્દ્રકાંત બક્ષીથી ફેરો’ વિવેચન સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય દ્વારા પારિતોષિક (૧૯૭૩). (૨) ‘કથા સિધાંત- વિવેચન સંગ્રહ માટે વર્ષ ૨૦૦૨માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક. (૩) ‘ફટફ્ટીયું’- વર્તા સંગ્રહ માટે વર્ષ ૨૦૦૮માં સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ તથા ૨૦૧૧-૧૨ના વર્ષ માટે ‘પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક મેળવે છે.

 

  આ વિવિધ એવોર્ડ એમની શબ્દ પ્રતિબદ્ધતાને વધુ જાગૃત કરતાં રહે છે.

 

 

આધુનિકતાનો અતિરેક તથા બોધકથા અને પરીકથાનો પ્રભાવ:-

 

 આધુનિક યુગથી પ્રારંભે આકર્ષાયેલા સુમન શાહે આધુનિક વાર્તાની કેટલીક મર્યાદાઓ ઓળખીને જેવી કે ટેક્નિક અને ભાષા કર્મનો કથાગ્રહ જેમ કે ટેક્નિકને નામે ગમેતેવો તૈયાર ચોકઠા બીબામાં, ચિત્રમાં જનમતો કોઈ પણ વિચાર રજૂ કરી દેવાનાં વલણે એમણે એનાથી દૂર ઊભા રહીને બોધકથાઓ રચવા તરફ પ્રેર્યા. પશુનાં દ્રષ્ટાંત વડે બોધ કે ઉપદેશ આપવાને શરૂઆત કથા સાહિત્યમાં છેક વૈદકાળથી થઇ છે. અર્વાચીન ગુજરાતી ટૂંકી વાર્તાકારો ઉપર આ બોધ કથા અને દ્રષ્ટાંત કથાઓનો ઠીક ઠીક પ્રભાવ પડ્યો છે.પરીકથાનો પ્રભાવ પણ બોધ કથાનાં પ્રભાવ સાથે સામ્ય ધરાવે છે. બોધ-કથામાં વ્યવહાર કુશળ દીર્ઘ દ્રષ્ટિનો મહિમા છે. જ્યારે પરીકથામાં પાત્રો પોતાના કર્મો અનુસાર ફળ ભોગવતાં હોય. પરીકથાના વસ્તુ અંતર્ગત કપોળ-કલ્પિતનું તત્વ આધુનિક કથા સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. પશ્ચિમના એડગર એલન પો. કાફકા એઈઝેક સિંગર જેવા સર્જકો એ કપોળ કલ્પીતની નિરૂપણ રીતિ દ્વારા મનુષ્ય જીવનનાં વાસ્તવના અનેક સ્તરો ખુલ્લા કર્યા છે. સુમનશાહે ઉપરોક્ત સર્જકોને વાંચ્યા છે અને એનો ઘેરો પ્રભાવ એમના પર પડ્યો છે. ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોશી પછી સુમન શાહની બોધકથાઓ આ કપોળ-કલ્પિતની રચના-રીતિનો વિનિયોગ સાંધી આધુનિક મનુષ્યની સંકુલ સંવેદનશિલતાને વ્યક્ત કરે છે.

 

 

વિવિધ અનોપચારિક સંગઠનોમાં સુમનશાહની સક્રિય ભૂમિકા:-

 

  સુમન શાહ વિવિધ સંગઠનો દ્વારા સાહિત્યની જ્યોત પ્રગટાવતા રહે છે. જેમ કે  “સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોર્મ” દ્વારા સર્જકો- વાર્તાકારો અને અધ્યાપકને કેન્દ્રમાં રાખી સેમિનારોનું આયોજન કરે છે. એ  જ રીતે પુનરપિ સંસ્થા દ્વારા અધ્યાપકોની સજ્જતા માટે કામગિરી થાય છે જેમાં વાંચનકળા, વ્યાખ્યાનકળા અને સાહિત્યિક પ્રશ્ન મંચ વગેરેને સાંકળે છે. અધ્યાપકોને ઉપયોગી નીવડે એ રીતે બે દિવસનો કાર્યક્રમ યોજાય છે તો સન્નીધાન’ દ્વારા વિદ્યાર્થી અને અધ્યાપકો માટે શિબિર યોજાય છે. શિસ્ત બદ્ધ રીતે યોજાતી આ શિબિરો નામના મેળવે છે, ‘સંનીધાન’ નિમિત્તે ‘સાહિત્ય સ્વરૂપોની શ્રેણી પણ એમનાં સંપાદન હેઠળ પ્રગટ થઇ છે. જેમાં તેમણે જે- તે સ્વરૂપનાં વિદ્વાન સર્જકોનાં લેખોને સમાવ્યા છે. સંનીધાનના તંત્રી તરીકે તેમણે ચારેક વર્ષ કામ કર્યું છે.

 

  આ ઉપરાંત પરિષદના સંમેલનો, અધ્યાપકો માટેનાં રીફ્રેશર, ઓરીએન્ટેશન કોર્ષમાં પણ અવાર- નવાર સેવા આપે છે. ‘ખેવના સામયિકના તંત્રી તરીકે ૧૯૮૭થી ૨૦૦૯ દરમિયાન કામ કર્યું. આ બધી સંસ્થા- સંગઠનોમાં તેમની સક્રિય ભૂમિકા તેમને સર્જક તરીકે ઘડવામાં મહામુલો ફાળો આપે છે.

 

 

સુમનશાહનું સર્જન પણ મહત્વનું પરિબળ:-

 

  સુમન શાહનું સર્જન માતબર (વધારે) છે. તેજસ્વી અધ્યાપક, વિદ્વાન વિવેચક અને આગવો (નવીન) ચીલો (માર્ગ) ચાતરીને ચાલનારા સર્જક છે. એમનાં જાણિતા પુસ્તકોમાં ‘ખડકી નવલકથા ‘જેન્તી-હંસા સિમ્ફની નામે વાર્તા સંગ્રહ ‘વેઇટ-અબીટ નામે નિબંધો અને ૨૨ જેટલાં વિવેચન ગ્રંથો તથા ૨૩ જેટલાં સંપાદનો તેમણે આપ્યાં છે. એમનાં વિવિધ સ્વરૂપનાં ૭૦થી પણ વધુ પુસ્તકો મળે છે. આધુનિક અને અનુંઆધુનિક સાહિત્ય એમનાં રસનાં વિષયો રહ્યાં છે. આમ એમનું વિશાળ સર્જન પણ સર્જકને ઘડનારૂ મહત્વનું પરિબળ બની રહે છે.

 

 

 

 

 

 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ