Recents in Beach

આખ્યાન સાહિત્ય સ્વરૂપલક્ષણો | Aakhyaan sahity svarup

 

આખ્યાન એટલે શું ? આખ્યાનનું સ્વરૂપ સમજાવી, આખ્યાનના લક્ષણો જણાવો.


    મધ્યકાળનું  સૌથી વધુ લોકપ્રિય અને કાવ્યક્ષમ સહિત્ય સ્વરૂપ હોય તો તે આખ્યાન છે, એનો મુખ્ય આશય ધર્મ બોધનો હતો.

             '
આખ્યાન એટલે પૂર્વે બની ગયેલા બનાવનું કથન.' એટલે કે ધીર શાંત નાયક વાળી ગદ્ય કે પદ્યબધી ભાષામાં રચાય છે તે.

             "
પ્રચલિત કથાવસ્તુને આયોજન પૂર્વક વિસ્તારપૂર્વક રજૂ કરવું એટલે આખ્યાન."


          
         
આખ્યાન પ્રમાણમાં દીર્ધ સાહિત્ય સ્વરૂપ છે તેને પોતાના વિશિષ્ટ લક્ષણો, ઘટક અવ્યવ છે. ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાની આત્મકથાનાત્મક રચનાઓ અને તેની 'સુદામચરિત્ર' નામની રચનામાં આખ્યાનની કવિતાના બીજ જોવા મળે છે. આથી કહેવાય છે કે, આપણો આદી કવિ નરસિંહ મહેતાનું આખ્યાન સ્વરૂપનો બીજ રોપક છે. ભાલન આખ્યાનનો પિતા ગણાય છે. જ્યારે પ્રેમાનંદ આખ્યાન કવિ શિરોમણી કહેવાય છે.

 

   આખ્યાનનું સાહિત્ય સ્વરૂપ-

    આખ્યાન મધ્યકાલીન સાહિત્યનું પ્રમુખ સાહિત્ય સ્વરૂપ છે.જે જમાનામાં લોકોની પાસે મનોરંજનનું કોઈપણ સાધન ન હતું ત્યારે લોકો ની જ ભાષામાં ગાઈ શકાય કે ગવાતાં સાંભળી શકાય તેવા રાગ રચાયેલા આખ્યાનોએ મધ્યકાલીન ગુજરાતીની સંસ્કાર સેવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે આપણી પ્રજાના ધર્મ સંસ્કાર તથા ભક્તિ ભાવ જાગૃત રાખ્યા છેઅને કોર્યા છે. એનો મુખ્ય આશય જનમનરંજન ધર્મ બોધનો હતો.

 

વ્યુતપતિગત અર્થ-

                (આખ્યાન) શબ્દ સઁસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો છે.સઁસ્કૃત ધાતુ આ+ખ્યા પરથી આખ્યાન શબ્દ બન્યો છે આખ્યા એટલે કહેવું, વર્ણવું. મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાન શબ્દ ભાલનથી પ્રચલિત બન્યો જણાય છે.

 

        " પૂર્વ બની ગયેલા બનાવનું કથન" (પૂર્વવૃતોકતિ) તે આખ્યાન એવી એની વ્યાખ્યા અપાઈ છે.

 

     "મનુસ્મૃતિ" નો ટિકાકાર  કલ્લુક કહે છે, કે આખ્યાનું કંથાવસ્તુ ઐતિહાસિક હોય શકે પૌરાણીક પણ હોય શકે, આ સર્વ પરથી કહી શકાય કે આખ્યાનમાં પૂર્વવૃતોના કથનનું અભિનય ગાન કરવામાં આવતું હશે.

 

આખ્યાન સાહિત્યના લક્ષણો 

  આખ્યાન સ્વરૂપનાં બાહ્ય લક્ષણો-

           ૧.કડવાબદ્ધ ક્લેવર

           ૨.મંગલાંચરણ 

           ૩. ફલશ્રુતિ

           ૪.કવિપરિચય.


 ૧. કડવાબદ્ધ ક્લેવર્

              આખ્યાનું બાહ્ય લક્ષણ એ છે કે તે હમેશાં કડવાબદ્ધ ક્લેવર હોય છે.કડવું શબ્દ સઁસ્કૃત શબ્દ કડવવું પરથી બનેલો છે. જેનો અર્થ અનેક મિશ્ર રાગો તે ઢાળ યુક્ત કાવ્યબ્ધ એમ થાય છે.મધ્યકાળના રચાયેલા આપણા બધા આખ્યાનો કડવાબ્ધ છે. કડવું ત્રણ વિભાગમાં 'અતિ મધ્ય,''અંતમાં' વહેચાયેલું હોય છે. શરૂઆતનાં ભાગને 'મુખબન્ધકે 'મોડિયું' કહેવામાં આવે છે. એટલે કે પ્રારંભના ભાગ ને રાગ પણ કહેવામાં આવે છે.જે રાગમાં આખી દેશની ગુણ  ચાલવાનું હોય તે બતાવવાળી કહી તેને રાગ કે  કડવાનું ધ્યભાગ જેને 'ઢાળ' કહેવામાં આવે છે.જે કડવાનો સૌથી લાંબો ભાગ છે. કડવાના અંત ભાગ ને 'વલણ'  કે ઉદ્વગારના નામે ઓળખવામાં આવે છે. 'વલણ' બે કડવા ને જોડતી સાંકળ છે. 

 

    ૨. મંગલાચરણ

               કોઈ પણ આખ્યાન ની શરૂઆતમાં ઇષ્ટદેવ મંગલાચરણ થી થાય છે. આ પ્રણાલિકા સઁસ્કૃત સાહિત્યમાં છે. આખ્યાન વીર વિશે પાર પાડે છે. માટે ગણેશનું સ્તુતિ તત્વને શારદાની સ્તુતિ કરાઈ છે.શરૂઆતમાં આખ્યાનું આખું કડવું આ મંગલાચરણ માટે દા.ત.પ્રેમાનંદ નું ઓખાહરણ પૂરતું પાછળથી મંગલાચરણ શરૂઆતની બે પંક્તિઓમાં કરી દેવામાં આવે છે.

 

     ૩. ફલશ્રુતિ  

                  સઁસ્કૃત  નાટકો જે રીતે ભરતકાવ્ય હોય તે જ રીતે આખ્યાનને અંતે ફલશ્રુતિ દ્વારા આખ્યાનકાર શ્રોતાઓને કથા શ્રવણના ફળ તરીકે પાપ, શ્રેય, વૈકુંઠવાસ ,પુણ્ય,સંચય મનોરથ એવા ઐતિહાસિક લાભો વગેરેના નિર્દેશ કરતી ફલશ્રુતિ સમજાવે છે.

 

     ૪.  કવિ પરિચય 

                 આખ્યાનની રચના કરનાર કવિ પોતાનો તથા કૃતિનો આખ્યાનના આરંભે તથા અંતમાં કરાવતો હોય છે. કૃતિ ની રચના  સાલ તેમજ ક્યારેક ગુરુના નામોનો પણ ઉલ્લેખ કરતો હોય છે. ક્યારેક કૃતિ રચવા પાછળનું વિશિષ્ટ પ્રયોજન હોય એ પણ જણાવે છે.


આખ્ય્યાન સાહિત્યના અંંતરંગ લક્ષણો-

     ૧. લોકખ્યાત વસ્તુ

      ૨.  કથાગૂંથણી

      ૩.  તાર્દ્શ ચરિત્રલેખ અને પ્રત્યક્ષ કથનશૈલી

      ૪. વર્ણનકલા

      ૫. રસનિષ્પતી

      ૬. સમકાલીન જીવન

 

૧. લોકખ્યાત વસ્તુ-  

           આખ્યાનો કથાકાવ્યો હતા. તેથી મોટા ભાગે બે પ્રકારની કથાઓ આવતી તેઓ પૌરાણિક અને બીજા ભક્ત ના જીવન વિષયક આ બંને પ્રકારની કથાઓ મોટા ભાગે ખ્યાત એટલે કે જાણીતી આખ્યાનકથાઓ જાણીતી હોય છે તે ખાસ જોવામાં આવે છે.કારણ કેલોકખ્યાત વસ્તુ ને ખીલવામાં જ આખ્યાનકારનો કલા વિશેષ ઝબકે તો ઘણા બધા આખ્યાનની કથા સઁસ્કૃત ગ્રંથમાં ઉપાખ્યાન રૂપે જોવા મળતી.

 

૨.  કથાગૂંથણી- 

         મૂળ લઘુકથાનકને આખ્યાનકાર સર્વ રીતે વિસ્તારીને કેતો હોય છે. આખ્યાનકાર લોકખ્યાત વસ્તુ ને ધ્યાનમાં રાખીને પોતાની કલ્પના શક્તિ વડે એનો વિસ્તાર છાપતો મૂળ કથામાં કવિ પોતાની આવશક્યતા સિવાય બે ભાર કરી ત્યારે નવીન ઉમેરા પણ પણ કરી શકતો આ ફેરફારો કથા રસને ક્યારેક પુષ્ટ બનાવતા તો ક્યારેક આ ફેરફારો કવિ ન્યાયની દૃષ્ટિએ કરતા તો ક્યારેક લોક પ્રચલિત માન્યતાઓ સીધી સેવા માટે થતાં આમ આખ્યાની કથા રામાયણ,મહાભારત, વેદપુરાણ, ભાગવત,ક્યારેક નરસિમ્હા. સુદામા,ચન્દ્રહાસ જેવા ભક્તના જીવન પ્રસંગો માંથી આલેખવામાં આવે છે.

 

૩. તાર્દ્શ ચરિત્રલેખ અને પ્રત્યક્ષ કથનશૈલી- 

       આખ્યાનનું કથાનક જાણીતું હોવાનાં કારણે એમનાં પાત્રો પણ જાણીતા જ હોય છે.પરંતુ આ જાણીતા ચરિત્રઓ ને આખ્યાનકાર પોતાની પ્રતિભા શક્તિ વડે જીવતા જાગતાઅને સમકાલીન સમાજ જીવનમાં  ગોઠવી આપી આત્મીય લાગે એવી રીતે પાત્રોનું  ચરિત્રણ ચિત્રણક કરે છે.કારણ કે ચરિત્રો જોડે શ્રોતાઓનું આત્મીયતાનો એ માટે આ જરૂરી પણ હતા. આખ્યાન શ્રાવ્યપ્રકાર હોવાને કારણે તેમાં પ્રત્યક્ષ કથનશૈલીઅને નાટ્યાત્મક જેવા તત્વો આમ જ થઈ જાય છે.આમ આખ્યાનકારમાં આખ્યાનકારે પાત્રાલેખન સંદર્ભ કુશળતા રાખવી પડે છે. પ્રેમાનંદ એ રણયજ્ઞમાં  રાવણ ને કુંભકર્ણ આ બને આ બંને પાત્રો ને અંતરમાં ભક્તિ સમજદારી અને ઉદાર બનાવ્યા છે.' સુદામચરિત' આખ્યાનમાં સુદામાં ને સામાન્ય બ્રાહ્મણ બતાવ્યો છે.તો અભિમન્યુ આખ્યાનમાં શ્રી કૃષ્ણને ખલનાયક સમા બનાવી દીધા છે.આમ પાત્રલેખનમાં આખ્યાનકારો ગુજરાતી રંગો પુરે જેનું મુખ્ય કારણ આખ્યાનના પાત્રો આત્મીયતા લાગવા જોઈએ.

 

  ૪.વર્ણનકલા-

           આખ્યાનકારે કથાનકને કેન્દ્રમાં રાખીને વર્ણન શક્તિને કારણે જ પોતાના આખ્યાનોને એ સફળ બનાવી શકાય. કથનનો કયો પ્રસઁગ વર્ણનક્ષમ છે.તેની આંતર આખ્યાનકાર પાસે હોય તો જ તે પોતાની શક્તિ કામે લગાડી શકાય. શ્રોતાઓના હદય પર ઘારી અસર ઉપજાવવા માટે આખ્યાનકાર પાસે એવું ભાષા પ્રભુત્વ અને વર્ણન કૌંશલ હોવું જોઈએ.આખ્યાનોમાં આવતા ચિત્રાત્મક વર્ણનો ને કારણે જ આખ્યાન નજર સામે ભજવાતું  હોય તેવા સંભવ છે.તેથી જ આખ્યાનકારની પાત્રોને  જીવંત બનાવે છે. આખ્યાનકારની વર્ણનકલા ને કારણે જ આખ્યાનના પાત્રો રોજિંદા જીવનની જનમનમાંથી મુક્ત બની સાથે નાતો કેળવવા અગત્યનું સાધન બની રહે છે.ભાવ તથા પ્રસઁગને અનુરૂપ અનુકળ સંગ થઈ અને ગૈય કાળો આખ્યાનમાં  લય માધુર્ય  નિર્માણ થાય છે. છંદ બને પ્રાચીન કલાત્મક નિરૂપણથી આખ્યાનમાં આવે છે.

 

૫. રસનિષ્પતી-

           આખ્યાનનો કથા-પદ આખ્યાનકાર   પોતાની શક્તિથી વિસ્તારતો જેથી મોટો કથા પટમાં એક કરતાં વધારે રસ ને પીળવવાની તક આખ્યાનકારને મળી રહેલી રસની બાબતમાં પ્રેમાનંદ છે.રસમાંથી બીલ રસમાં કથાનક આખ્યાનકારને તક મળી રહેલી છે.શ્રોતા ની એક આંખ હસ્તી એક આંખ રડતી રાખવાની આખ્યાનકાર પાવધો હોવા જોઈએ.આખ્યાનકાર પોતાની શક્તિ અનુસાર શૃંગાર ,વીર,અદ્દભુત,કરુણ, હાસ્ય વગેરે રસોનું નિરુપણ  કરતો અને શ્રોતાઓની એમની લાગણીઓમાંથી તલ્લીન રાખી કથાના પાત્રો જોડે એટલું તાકત ભય નિર્માણ કરતા આમ રસનિષ્પતી આખ્યાનું મહત્વનું લક્ષણ છે.

 

૬. સમકાલીન જીવન-

                આખ્યાનકાર જાણીતા કથા આખ્યાન પોતાની રીતે ખિલાવતો અને આ ખીલવણીમાં આખ્યાનકાર સમકાલીન જીવનનો આલેખન કરતો આની પછવાડે મુખ્ય કારણ હતું.જન મન-રંજન શ્રોતાઓને તે આખ્યાનમાંથી આનંદ પ્રાપ્ત થવો જોઈએ.


             શ્રી અનંત રાવળ કહે છે,તેમ મધ્યકાલીન આખ્યાનકારો વસ્તુનું હાડપિંજર જ પુરણોમાંથી લેતા તેમાં પોતાના જમાનામાનાનો રંગ લગાવીને રજૂ કરતા હતા.જેને કારણે શ્રોતાઓ સઁસ્કાર કક્ષા અને રસ રુચિ જોઈ એમની પોતાની જન મનોરંજન કરવાની વૃત્તિએ આખ્યાનકાર પૌરાણિક પાત્રોમાં ને લોકરમ્ય સજીવ ગુજરાતી પાત્રો બનાવી દેય છે. જેને કારણે શ્રોતાઓને આ આખ્યાનની લોકપ્રિયતા મળતી.

                

  જ્ઞાન સહાયક ભરતી જાહેરાત ૨૦૨૩ Click Her


ટિપ્પણી પોસ્ટ કરો

4 ટિપ્પણીઓ

Please do not Enter any Spam Link in the Comment box.😈