Recents in Beach

સમાજ, સંસ્કૃતિ અને આધુનિકતા

 

સમાજ, સંસ્કૃતિ અને આધુનિકતા

  ચોક્કસ વ્યક્તિઓનો સમૂહ જે અમુક રીત રીવાજોને માને છે. એ સમાજ કહેવામાં આવે છે. જે ચોક્કસ પ્રકારની વિચારસરણી રાખે છે.

સમાજ

સંકલ્પના/વિભાવના:-

   માનવી એ સામાજિક પ્રાણી છે તે પોતાનું અસ્તિત્વ સમાજ વિના ટકાવી શકે નહિ અને એટલે જ સમાજની રચના થઇ છે. “સમાજ એટલે પરસ્પર સંબંધ ધરાવતા વ્યવહારોનું આદાન-પ્રદાન કરતો અને પોતાના હક્ક અને હિસ્સાઓનું રક્ષણ કરતો માનવ સમૂહ.” આ દૃષ્ટિએ ચોક્કસ વ્યક્તિઓનો, કુટુંબોનો, જ્ઞાતિનો, રાજ્યનો, દેશનો અને વિશ્વનો માનવ સમૂહ સમાજ, ઓદ્યોગિક સમાજ અને ટેકનોલોજી સમાજ એ સંદર્ભમાં ઓળખીએ છીએ. આ એતિહાસિક સંક્લ્પનાનો અર્થ વિસ્તાર વધતો જ જાય છે.

વ્યાખ્યા:-

  એવો માનવ સમૂહ કે જે ચોક્કસ ભોગોલીક વિસ્તારમાં રહેતો હોય વિશિષ્ટ સાંસ્કૃતિક પરંપરાઓ અને આદર્શો ધરાવતો હોય તે એક સમાજ તરીકે પ્રસ્તાપિત થયેલો સમૂહ કહેવાય.

   આપણે વિવિધ ભોગોલીક વિસ્તાર, રાજ્ય વ્યવસ્થા અને વ્યવસાય જીવનના સંદર્ભમાં આજે વિવિધ સમાજ વ્યાખ્યાયિત કરીએ છીએ.

દા.ત.:- હિંદુ, મુસ્લિમ, સરમુખત્યાર શાહી, લોક શાહી, શિક્ષક સમાજ, વેપારી સમાજ વગેરે.....

    પ્રત્યેક સમાજની પરંપરામાં પરંપરાગત રીતે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને વ્યવહારિક પરંપરા હોય છે જેની અસર બાળક પર હોય છે. બાળકના ઔપચારિક શિક્ષણમાં ઓદ્યોગિક સમાજ એ એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર સ્વીકાર્યતા આ અસર થોડી ઓછી થઇ પણ અનોપચારિક શિક્ષણમાં સવિશેષ જોવા મળે છે. બાળકનાં વર્તન વ્યવહારમાં, વ્યવસાય પસંદગીના નિર્ણયમાં જીવન મૂલ્યોનાં પ્રસ્થાપનમાં અનેક વિકાસમાં આપણને આ અસર તાદૃશ્ય જોવા મળે છે. સમાજ તેના માનવ બળને કારણે જ વિકસિત, શિક્ષણ પામેલો, સાંસ્કૃતિક વગેરે બાબતોનાં સંદર્ભમાં ઓળખાય છે. આમ, શિક્ષણ અને સમાજમાં પરસ્પર વ્યવહાર અને જીવનાભિમુખ ક્રિયાઓમાં હકારાત્મક અભિગમ સમાજ શિક્ષણને કારણે હોય તે સ્વભાવિક હોય છે.

સંસ્કૃતિ

સંસ્કૃતિની સંકલ્પના:

    સંસ્કૃતિ શબ્દ સંસ્કૃત ભાષાના સમ+કૃ પરથી ઉતરી આવ્યો છે જેમાં મનુષ્યની બધા જ પ્રકારની ક્રિયાઓનો સમાવેશ થાય છે. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તે સમાજથી અલગ રહી શકતો નથી. અને વળી જીવન કાર્યો દ્વારા એક નિશ્ચિત વ્યવસ્થાને વિકસાવે છે. આનાં કારણે પ્રજા રીતરીવાજો, માન્યતાઓ, આદર્શો, જીવનમૂલ્યો વગેરે કાળક્રમે અપનાવે છે, અને વિકસાવે છે. પરિણામ સ્વરૂપ સમાજનું સાહિત્ય, કળા, સ્થાપત્ય, વિજ્ઞાન, તત્વ ચિંતન વગેરે ક્ષેત્રમાં એક વ્યક્તિત્વ ઘડાય છે. અને તે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાય છે આ વારસો સંસ્કૃતિક છે.

    સંસ્કૃતિનો માપ જુથમાં બુદ્ધિમતા, જુથમાં વ્યક્તિઓનો વ્યવહાર, સમાજના આધારસ્તંભો(ખેતી, ઉદ્યોગ, ટેક્નોલોજી વગેરે...) અને કલાનાં ધોરણોમાં આપણને જોવા મળે છે. તે એક એવું તત્વ છે જે માણસને આપસ આપસમાં બાંધી રાખે છે. સંસ્કૃતિ એટલે ‘વ્યક્તિ સમાજ પાસેથી જે કઈ પ્રાપ્ત કરે છે તે સામાજિક વારસો કે વિરાસત.’

  આપણી સંસ્કૃતિ પ્રાચીન છે.

(૧) દ્રવિડ સંસ્કૃતિ –સિંધુ તટનો સમાજ

(૨) આર્ય સંસ્કૃતિ- વેદકાલીન સમાજ

(૩) આર્ય-અન આર્ય સમન્વય સંસ્કૃતિ- રામાયણ અને મહાભારત કાલીન સમાજ

(૪) બ્રહામણ સંસ્કૃતિ- બ્રહ્મ સમાજનો વારસો કે વિરાસત

(૫) જેન-બોદ્ધ સંસ્કૃતિ – વગેરે સંસ્કૃતિનું નામાવિધાન પ્રાચીન, કૃષિ, ઓદ્યોગિક અને વિજ્ઞાન સંસ્કૃતિ તરીકે પણ કરી શકાય.

વ્યાખ્યા:-

    (૧) કાકા કાલેલકર:- લોકોનું એક જૂથ, એક રાજ્ય અથવા એક રાષ્ટ્રના સભ્યોની સામાજિક બોદ્ધિક કળા, રાજ્ય વહીવટ અને ઓદ્યોગિક વિકાસ વિષયક સિદ્ધિઓનો સરવાળો તે તેની સંસ્કૃતિ.

(૨) જ્હોન એડમ:- Culture is the way of Life-સંસ્કૃતિ એ જીવન જીવવાની કળા છે.

(૩) બ્રાઉન:- સંસ્કૃતિ એ સમાજનાં એક જૂથની કુલ વર્તન તરેહ છે.

(૪) રસ્ક:- કોઈ વિશિષ્ટ સમયમાં વિશિષ્ટ સ્થળે નિકાસ કરનારા, વિશિષ્ટ લોકોની જીવન વ્યતિત કરવાની જીવન શેલીને સંસ્કૃતિ કહેવામાં આવે છે.

(૫) ઈન્દ્રા ગાંધી:- સંસ્કૃતિ એ મૂર્ત અને અમૂર્ત એવા લોકોનાં એક જૂથ કે સમૂહની સિદ્ધિઓ છે. જે એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થાય છે, અને વિરાસત તરીકે ઓળખાય છે.

આધુનિકીકરણ:-

  ભારતનો ઈતિહાસ અને વારસો બહુ જુનો છે, પરંપરાગત કે પ્રણાલીગત વિચાર ધારાઓ અને માન્યતાઓ આજે પણ સમાજમાં જોવા મળે છે. પ્રાચીન અને મધ્યકાલીન સમાજની પરંપરાગત કે પ્રણાલીગત વિચાર શ્રેણી અને માન્યતાઓમાં અર્વાચીન સમાજમાં પરિવર્તનો જોવા મળે તે પણ સ્વભાવિક છે. પરંપરાગત ખ્યાલો, માન્યતાઓ, વ્યવહારો, વિધીનીશેધો, સામાજિક પ્રક્રિયાઓને સ્થાનેવ આવેલા પરિવર્તનો આધુનિકકીકરણ કે અધ્યતનીકરણ તરીકે ઓળખાય છે. એક અન્ય અર્થમાં આધુનિક વિચાર ધારા સાથે અનુકુલન સાધવું તે આધુનીકી કારણ છે. આધુનિકીકરણ એ એક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ, સમાજ, દેશ કે સમગ્ર રાષ્ટ્ર પ્રવર્તમાન સમયને અનુરૂપ બનાવવાનો પ્રયત્ન કરે છે.

વ્યાખ્યા:-

   (૧)  આધુનીકી કારણ એ એવી ગતિશીલ પ્રક્રિયા છે જે પરંપરાગત કે પ્રણાલીગત વ્યવહારો પરથી વિશિષ્ટ એવા સમકાલીન ધોરણો તરફ ગતિ કરે છે.- એસ.સી.ચોબે.

(૨) પરંપરાગત કે અર્ધ પરંપરાગત વ્યવહારો તરફથી નુતન સામાજિક વ્યવહારનો સ્વીકાર કે જે પ્રવર્તમાન વયવ્હારાધિત મુલ્યો નિર્દેશકો તરફનો ઝુકાવ હોય તેનાં તરફ જવાનું પ્રેરણ હોય તે આધુનિકીકરણ છે.- મૂરે

    ઉપર્યુક્ત બંને નિર્દેશો પરથી ફલિત થાય છે કે આધુનિકીકરણ એ વિકાસશીલ, અર્ધ વિકસિત કે અલ્પ વિકસિત દેશોએ વિકસિત એવા પાશ્ચાત્ય દેશોએ જે ખ્યાલ સ્વીકાર્યા છે, સંસ્થાઓ-સમૂહો વિકસાવ્યા છે, વ્યવહારો કેળવ્યાં છે, પ્રક્રિયાઓ આરંભિ છે તેની સ્વીકૃતિ. આ અર્થમાં આધુનિકીકરણ એ પરિવર્તન છે, ક્રાંતિ છે, જે તે સમાજમાં તે સમયે વ્યવહાર ચલાવવા ઉચિત ગણાતી હતી. તે પ્રણાલીને બદલે આર્થિક, સામાજિક, રાજનેતિક તેમજ શેક્ષણિક દૃષ્ટિએ અધ્ય્તાનીકરણ તરફના અનુકુલનની હરણ ફાળ છે.

આધુનિકીકરણના લક્ષણો:-

  આધુનિકીકરણ એ સામાજિક પરિવર્તન છે. ગતિશીલ સામાજિક પ્રક્રિયા છે. બહુલક્ષી પ્રક્રિયા છે. જેનાં દ્વારા સમાજમાં પ્રવર્તમાન

(૧) પરંપરાગત ખ્યાલો અને વ્યવહારોમાં પરિવર્તન આવે છે.

(૨) માન્યતાઓ, વલણો મૂલ્યોમાં પરિવર્તન આવે છે.

(૩) સામાજિક ખ્યાલો, સમૂહો, સંસ્થાઓ, પ્રક્રિયાઓમાં નુતન દૃષ્ટિકોણ આવે છે.

(૪) સમાજને વૈજ્ઞાનિક ટેક્નોલોજીકલ જ્ઞાનનો વિનિયોગ કરવાનું સૂચવે છે.

(૫) આર્થિક સમૃદ્ધી અને રાજકીય સ્થિરતા લાવે છે.

(૬) વ્યક્તિ વિકાસ અને તે માટે વિચાર પરિવર્તન, સંસ્થા પરિવર્તન અને સમાજ પરિવર્તન લાવે છે.

(૭) રાષ્ટ્રીય ધ્યેયો અને સામાજિક વ્યવહારોનું અનુકુલન સધાય છે.

(૮) નીતિ, ધર્મ, આદર્શ જેવા મૂલ્યોનું સંક્રમણ જોવા મળે છે.

આધુનિકીકરણના પરિબળો:-

  આધુનિકીકરણ માટે ભારતીય પરિપ્રેક્ષ્યમાં નીચે પ્રમાણેના પ્રેરક પરિબળો જવાબદાર બને છે.

(૧)વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ આવિષ્કારોને પ્રેરણ અને તેની વ્યવહારમાં (સમાજમાં અને ઉદ્યોગમાં) સ્વીકૃતિના પરિણામ સ્વરૂપ ઝડપી ઓધોગીકરણ.

(૨) સ્વતંત્ર ભારતની વિવિધ રાજકીય વિચાર શ્રેણીઓની પરંપરાગત કે પ્રણાલીગત બાબતોમાં નવ વિચારને સ્વીકૃતિ અને વેશ્વિક દૃષ્ટિકોણનો સ્વીકાર.

(૩) શિક્ષણનો પ્રચાર અને પ્રસાર અંતર્ગત પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત, માધ્યમિક શિક્ષણની સુલગતા, વ્યવસાયિક શિક્ષણને પ્રાધાન્ય, સૌને ઉચ્ચ શિક્ષણ જેવા માળખાગત વિકાસ લક્ષી પરિવર્તનો.

(૪) સમાજના નબળા વર્ગો માટે રાષ્ટ્રીય સ્તરે તથા સ્થાનિક સ્તરે સુવિધાઓ, અનામત નિધિ, સ્કોલર શિપ, શિક્ષણ દાતાઓના ભગીરથ કાર્યો વગેરે...

(૫) વૈશ્વિક નિધિ દ્વારા વિદેશો સાથે વ્યવહાર સરળતાને પરિણામે વ્યાપાર, શિક્ષણ, ઉદ્યોગ અને સમાજ વ્યવહારમાં ઘણી બાબતોમાં આવેલાં પરિવર્તનો.

(૬) રાજ્ય વહીવટ અને રાષ્ટ્રીય કક્ષાએ નવી નીતિ તથા પ્રયોગો અને નવી સિસ્ટમના સ્વીકારને પરિણામે વાહનવ્યવહાર, પ્રત્યાયન વિવિધ યોજનાઓ વગેરે બાબતોમાં આગે કીઉચ.

    ઉપર્યુક્ત યાદી હજુ ઘણી લાંબી થઇ શકે પરંતુ અહી ઉદ્યોગ, ટેકનોલોજી,સમાજની જે તે સમયમાં માંગ, શિક્ષણ, રાજ્ય , રાષ્ટ્રની નીતિ, વેશ્વિક દૃષ્ટિકોણ જેવી પ્રમુખ બાબતોને જ મહત્વની ગણેલ છે.


વાંચન સાક્ષરતા- Definition of Reading Literacy Clik Her


 

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ