Recents in Beach

પાઠ્યક્રમ અને અભ્યાસક્રમનો અર્થ –Meaning of curriculum and syllabus

 

   અમુક મહિના કે વર્ષ દરમિયાન જે ચોક્કસ/નિશ્ચિત માહિતી આપવી તે પાઠ્યક્રમ.


  જયારે અભ્યાસક્રમ- કયા પ્રકારનું, કેવી રીતે, કઈ પદ્ધતિથી જ્ઞાન આપવાનું છે તે સાથે સંબંધ ધરાવે.

  સામાન્ય રીતે જુદા-જુદા વિષયોના વિષય-વસ્તુની રૂપરેખા એટલે...


  NCERT મુજબ- ‘વાંચન, લેખન અને ગણિત માત્ર અભ્યાસક્રમ નથી, જો કે તે અભ્યાસક્રમના ભાગરૂપે જરૂર છે. સ્વતંત્રતા આત્મનિર્ણય કે સામાજિક વિકાસ એ અભ્યાસક્રમ નથી, પણ તેનો ભાગ છે. પુસ્તકો, શેક્ષણિક સાધનો એ અભ્યાસક્રમ નથી, પણ અભ્યાસક્રમ માટેના સાધનો છે. શાળાના ઓરડાઓ, શાળાનું મકાન કે શિક્ષકો જેવી રીતે અભ્યાસક્રમ નથી, તેવી રીતે ઘર, દેવળ, મંદિર કે માતાપિતા પણ અભ્યાસક્રમ નથી. તેમ છતાં આ તમામ અભ્યાસક્રમના ભાગરૂપ જરૂર છે.”


  અદ્યતન અર્થ:’બધાજ વિદ્યાર્થીઓ માટે મહત્વના લેખવામાં આવતા અનુભવોને લગતી સર્વ સામાન્ય પ્રવૃતિઓ એટલે અભ્યાસક્રમ.”





અભ્યાસક્રમ માળખાનો અર્થ:


   શિક્ષણ ત્રિમુખી પ્રક્રિયા: શિક્ષક, બાળક અને પાઠ્યક્રમ

    આ ત્રણેયમાં પાઠ્યક્રમનું વિશેષ મહત્વ: કારણ કે પાઠ્યક્રમ વગર શિક્ષક યોગ્યરીતે ભણાવી નાં શકે અને વિદ્યાર્થીઓ યોગ્ય રીતે શિક્ષણ ગ્રહણ નાં કરી શકે. માટે અભ્યાસક્રમનું માળખું એ બાળકના સર્વાંગી વિકાસ કરવાનું એક સાધન છે.

   અભ્યાસક્રમની રચના શિક્ષણ ઉદેશ્યોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે.


  પાઠ્યક્રમનું સંયોજન, સંગઠન તથા નિર્માણ એ અભ્યાસક્રમના મુખ્ય ચાર આધારો તથા તેના સબંધિત સિદ્ધાંતો ઉપર અવલંબિત છે.


  મુખ્ય ચાર આધારો: તાત્વિક, માંનોવેજ્ઞાનીક, સામાજિક અને વેજ્ઞાનિક છે.

ટૂંકમાં:”શિક્ષકે પોતે વિદ્યાર્થીની તેમજ સમાજની જરૂરિયાતો અને અપેક્ષાઓને ધ્યાને રાખી, શાળાનાં સાધનો અને પોતાની શક્તિઓનો ઉપયોગ કરી શિક્ષણ કાર્ય અર્થે કરવામાં આવતી રચના એટલે અભ્યાસક્રમ માળખું.”








*અભ્યાસક્રમ વિકાસ: સિદ્ધાંતો, સરંચના અને મૂલ્યાંકન (B.Ed માટેની બૂક ખરીદવા માટે અહીં Click કરો)*



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ