Recents in Beach

સુધારાયુગના વર્તમાન પત્રોનો વિગતે પરિચય કરાવો.(સમાલોચન કરાવો)

 
સુધારાયુગના વર્તમાન પત્રોનો વિગતે પરિચય કરાવો.(સમાલોચન કરાવો):-

      પત્રકારત્વ એટલે વિશ્વની ગતિવિધિ અંગે સમાચાર માહિતી અને વિવેચન પ્રવૃત્તિ. પહેલા તો મુદ્રિત દેનીકો અને સામાયિકોનો જ એમાં સમાવેશ થતો પણ હવે એમાં રેડિયો, ફિલ્મ, ટેલિવિઝન, સમાચાર એજન્સીઓ પણ ઉમેરાવ્યા છે. વિજ્ઞાપન ગ્રંથ પ્રકાશન અને જનસંપર્ક એના આનુસંગિક કાર્ય પ્રદેશો છે. સમાચાર કે માહિતીના માધ્યમ તરીકે ગ્રંથ ચોપનીયા અને પોત પોતાની રીતે ઘણી અગત્યતા ધરાવે છે. માનવજાતિના વિકાસમાં પત્રકારત્વનો હિસ્સો નાનો સુનો નથી. લોક સાહિત્ય વ્યવસ્થા તરફ આગળ વધતા વિશ્વભરના દેશોને જોઈએ છીએ ત્યારે પત્રકારત્વને કોઈએ ‘લોકશાહીનો આધાર સ્તંભ’ કહેલ છે. તે યથા યોગ્ય જ લાગે છે. તલવાર કરતા કલમની શક્તિ ચઢિયાતી છે.

   ખીંચો ન કમાનો, ન તલવાર નિકાલો,

  જબ તોપ નિકમ્મી હો, તબ અખબાર નિકાલો.”

    અંગ્રેજી રાજ્ય અમલ દરમિયાન ગુજરાતી સાહિત્ય પર વિવિધ અસરો પડી. એમાંની એક તે પત્રકારત્વનો ઉદય. પારસી કોમ-ધારાએ શરૂ થયો એના મૂળમાં હતી. મુદ્રણયંત્રની શોધ જીજીભાઈ બેહરામજી છાપગર નામના પારસીએ (૧૭૫૪-૧૮૦૪) મુદ્રણ માટે પહેલ પ્રથમ ગુજરાતી અક્ષરોના બીબા બનાવ્યા. તેમણે ગુજરાતી જાહેરાત માટે આ બીબા બનાવેલા પણ એનો લાભ લઇ ‘ગુજરાતી પત્રકારત્વના પિતા’ ગણાયેલા ફરદુનજી મર્ઝબાન નામના પારસી ગૃહ્સ્ત અખબાર કાઢવા આગળ આવ્યાં. ઈ.સ.૧૮૨૨ ‘મુંબઈના સમાચાર’ નામની (જે પછીથી ‘મુંબઈ સમાચાર’ બન્યું ને આજ સુધી ચાલું છે. મુંબઈમાં હોર્ટમાંથી ગુજરાતી છાપખાના મારફતે જીજીબાઈની કમ્પોઝીટર તરીકે સહાય લઇ ને) સમાચાર પત્ર શરૂ કર્યું. શરૂઆતમાં તે સાપ્તાહિક હતું. પણ ૧૮૩૨થી તે દેનિક બન્યું છે. તેમાં વેપાર વિષયક ખબરો, મરણની નોંધોને કવિતાઓ છપાતા હતાં. વચ્ચે તે અર્ધ સાપ્તાહિક થઇ ગયેલું. ૧૮૫૫થી નિયમિત દેનિક રહ્યું છે. એ પછી મુંબઈ ઉપરાંત સુરત અને અમદાવાદમાં ગુજરાતના બીજા શહેરોમાંથી છાપખાના વધતા ગયા તેમ તેમ વર્તમાન પત્રો શરુ થયા. ભારતનું સૌપ્રથમ વર્તમાનપત્ર ઈ.સ.૧૭૮૦માં બંગાળમાં ‘જેમ્સ ઓગસ્ટ’નામના ડચ નાગરિકે ‘બેંગાલ ગેઝેટ’ શરુ કરેલું અને ત્યારપછી આ ગુજરાતી વર્તમાન પત્ર સાચવ્યું.

   શરૂઆતનું પત્રકારત્વ વેપાર વિષે સેવાઓ પૂરી પાડતું પછી સંચાર સુધારાઓ અને જ્ઞાન વિજ્ઞાનની માહિતી તથા સ્વરાજ પ્રાપ્તિના આંદોલનો ઉમેરાયા.

   આપણે જે ગુજરાતી સાહીત્યક પત્રકારત્વની વાત કરી છે તેનો આરંભ લગભગ આ વેળા જોવા મળે છે. સને.૧૮૬૪માં નર્મદનું ડાંડિયો પાશ્વિક સ્વરૂપે શરુ થાય છે. અને આમાં સંસાર સુધારો મુખ્ય ભાગ ભજવે છે. સંસાર સુધારાના વિષયના નર્મદ કરતા કરશનદાસ મૂળજીનો ખાડો ચઢિયાતો છે. ૧૮૫૧માં શરૂ થયેલા રાસ્ત ગોફતાર જે ને દાદાભાઈ નવરોજીની છત્રછાયા હતી અને તંત્રીમાં નામ મુકાયું હતું તે કરશનદાસ મૂળજીએ સ્વતંત્ર ચલાવીને સત્યપ્રકાશ સાથે ભેળવી દીધું અને એનાથી સુધારાને વેગ મળ્યો. ધર્મ સાથે ચાલતા કુરિવાજો બંધ થયા. અને જદુનાથજી મહારાજ જેવા વૈષ્ણવ આચાર્યની અનાચાર પ્રવૃતિઓ બંધ થાય એ અંગેનો મહારાજ બાઈબલ કેશની વિગતોથી સત્યપ્રકાશ અને ડાંડિયો પ્રજામાં વધુ પ્રશંશનીય પામ્યાં.

   સુધારાયુગના કેટલાક વર્તમાન પત્રોની નોંધ લઈએ તો જામેજામસેદ(૧૮૩૨), બુધવારીયું, જ્ઞાનપ્રસારક(૧૮૪૯), ચાબુક (૧૮૫૦), રાસ્ત ગોફતાર(૧૮૫૧), બુધ્ધી પ્રકાશ(૧૮૫૦), સત્યાર્થ પ્રકાશ(૧૮૫૫), હિતેચ્છુ(૧૮૬૦), સુરત મિત્રો(૧૮૬૧) પછી થી ગુજરાત મિત્ર(૧૮૬૧), ખેડા વર્તમાન(૧૮૬૧), ડાંડિયો(૧૮૬૪), ગુજરાતી શાળા પત્ર(૧૮૬૨), પ્રિયવંદા(૧૮૮૫), સુદર્શન(૧૮૯૦), જ્ઞાનસુધા(૧૮૯૨), સમાલોચક(૧૮૯૬), વસંત(૧૯૦૨), સાહિત્ય(૧૯૧૩), વીસમી સદી(૧૯૧૬), ગુજરાત(૧૯૨૨), કુમાર(૧૯૨૪), નવચેતના(૧૯૨૨), કોમુધી, માનસી, પ્રસ્થાન, રેખા, સંસ્કૃતિ, ક્ષિતિજ વગેરે...

    ઉપરની યાદીમાંના વર્તમાન પત્રોનો પરિચય મેળવતા પૂર્વે એના છાપખાનાના તથા મુદ્રણ કલાનું થોડું અવલોકન કરીએ તો છાપખાનો પુરોગામી પત્ર વ્યવહાર સરકારી યાદીઓ, કાયદો અને આંગળીયા, મધ્યકાલીન ખેપિયા ખાતું હરદુનની મર્ઝ્બાને ખેપિયા અને આડ્પીયાની પ્રથા મુંબઈ સમાચાર છાપખાનું મુંબઈ, દૂરબીન શીલા છાપખાનું સુરતનું, મિશન છાપખાનું, દુર્ગારામ મહેતાનું છાપખાનું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ગુજરાતનું પહેલ-વેહલું અખબાર વર્તમાન પત્ર. અમદાવાદના કેટલાક આગલા શીલા છાપ્ખાનાના બીબા પદ્ધતિના છાપખાનાના ‘સિસ્કાક્ષ્રરો’ મેળવવાની મુશ્કેલી ગુજરાતી બીબામાં વેવીદ્યનો અભાવ જોડા અક્ષરો સંબધી મહેરજીભાઈ માન્દડીનું મંતવ્ય મુદ્રણ કાર્યાલયની સિદ્ધી  ગુજરાતી મુદ્રણ કામ સંબંધી સંપૂર્ણ માહિતી સુચના આપતા અધિકૃત પુસ્તક તેમ છતાં વર્તમાનપત્રની અર્વાચીન યુગના સુધારા યુગના સારી એવી કામગીરી જોઈ શકાય છે. જેનો વિગતે પરિચય મેળવ્યો.

મુંબઈ સમાચાર:-

     હિંદનું સોપ્રથમ દેશી વર્તમાનપત્ર કોમુદી બીજું ભારતીય અખબાર હર્દુનજી મર્જાબાનનું ‘મુંબઈના સમાચાર’ તેને લગતી મદે નજર મુંબઈ સરકારની-૧૮૩૨માં સાપ્તાહિકને સ્થાને દેનિક સ્વરૂપે સમાચાર પુરા પાડવા ગ્રાહકોને જ વિનંતી કરી. ૧૮૩૩માં ગ્રી સાપ્તાહિક તેમાં પત્રની વાચનની સામગ્રી, કાવ્યનો નમુનો, વેપાર વર્ગને ઉપયોગી, સમાચારને મહત્વ ૧૮૩૨માં હર્દુનજીએ છોડેલો પત્ર સાથેનો સંબંધ પત્રની ગ્રાહક સંખ્યા, માલિકીની ફેરબદલી પત્રની નીતિ શું છે એ સર્વેની સરકારે કરેલી પ્રસંશા.

મુંબઈ ચાબુક:-

    ૧૮૩૦માં મુંબઈના વર્તમાનની સ્થાપના તેનું નવું નામ ‘શ્રી મુંબઈના ચાબુક’ થયું. પછી મુંબઈ સમાચાર સાથે વિરોધ થયો. ચાબુકના તંત્રી નવરોજી તેઓએ તેના ચાબખા તેના અન્યાયી એક તરફી અને અયુક્ત લેખો તેની સામે બદનક્ષીનો દાવો તેમાં તેની થયેલી ખુવારી પત્રની માહિતીમાં થયેલ ફેરફારો ‘અખબારે શોદાગર તથા સમાચાર દર્પણ સાથે જોડાઈ જવું પડ્યું.’

જામેજમશેદ:-

     જામેજમશેદે પારસી પંચાયતનો પક્ષ હોવા. ૧૮૩૨માં થયેલી સ્થાપના એ સાપ્તાહિકનું જામેજમશેદનામ કેમ રખાયું શરૂઆતમાં ૧૮૩૬થી સાપ્તાહિક ૧૮૪૩થી દેશી સ્વરૂપે પ્રગટ થતું હતું. આ વર્તમાને ૨૧ વર્ષનો પહેલો તબક્કો પૂરો કર્યા એના છોકરવનતંત્રી કેશવ કાબરાજી હતા. એ વર્તમાનનું ૧૮૮૩ અને ફીરોજ્સા મર્ઝબાનના અમલમાં પ્રગતી સાધી હતી. ત્યારે જામે ખેલેલા કેટલાક જમની જગ તેમાં જામેની ભાષા સંતાતી ઉજવણી કોમી પ્રશ્નમાં પત્રની ક્ષીતીરક્ષ નીતિ વગેરે ધ્યાનમાં લાવીને જામેજમશેદ વિક્રીના નામે છપાતું ત્યારે પત્રની નીતિમાં મોટો ફરડો આવ્યો હતો.

વર્તમાન અને સમશેર બહાદુર:-

    ઉતર ગુજરાતનું સોપ્રથમ ગુજરાતી અખબાર વર્તમાન છે. એના સંચાલન માટે શરૂઆતમાં વિચિત્ર ગોઠવણ થઇ હતી. પ્રારંભમાં અમદાવાદની તુરંગના વહીવટ સંગ્ધ જેલમાં યાદગાર કિસ્સો છપાયો હતો. ખબરદાર દર્પણ અને સમશેર બહાદુર સાથે વિરોધ પણ હતો.

 રાસ્ત ગોફતાર:-

   એક સુધારક વાંજિત્રની જરૂરીયાત આ વર્તમાન પત્રએ પૂરી કરી હતી. ૧૮૫૧નું પારસી, મુસ્લિમ, ગુલાર તે દર્યિયું, પારસીઓને થયેલો ગ્રેરઈમાન એ બાબતે તેની સામે પડકાર કરતુ ૧૮૫૧માં શરુ થયું. પખવાડી રાસ્ત ગોફતાર હતું.તેમના તંત્રી દાદાભાઈ નવરોજીનું નિવેદન આવતું. રાસ્ત ગોફતાર ૧૮૫૨માં સાપ્તાહિક સ્વરુપે પ્રગટ થતું હતું. પરંતુ દાદાભાઈ વિલાયત જતા પત્રની દોરવણી માટે નિમાયેલી સમિતિએ શરુમાં એમાં આવેલા મુખ્યત્વે પારસી સમાજને સ્પર્શતા સુધારા સંબંધી લેખો છપાતા હતા. ત્યારપછી ૧૮૫૮થી એમાં છપાવવા માંડેલી તમામ કોમોને લગતી ચર્ચા એ જ વર્ષમાં શરુ થયેલો અંગ્રેજી વિભાગ પાછળથી લગભગ ૧૮૬૧માં રાસ્ત ગોફતાર સાથે સત્યપ્રકાશનું જોડાઈ જવાનું થાય છે. એ સમયે પત્રના તંત્રીઓ કાબરાજીની દોરવણી હેઠળ આ પત્રનો વિકાસ થાય છે. તે સમયે કોંગ્રેસ સામેના કાબરાજી સામે વિરોધ વિચાર આ પત્રમાં છપાતા હતા. તેના માટે દાદાભાઈનો કાચવાડની સાથે પત્રની રાજકીય નીતિનો કાબરાજીએ કરેલો બચાવ તેમાં રાષ્ટ્રની ભાષા પોકળ સુધારકોની પીછે હઠ પર રાષ્ટ્રનો પ્રહાર પણ થયો હતો. આ વર્તમાન પત્રમાં ૧૯૦૧માં સુવર્ણ મહોત્સવની ઉજવણી પણ છપાઈ હતી. લગભગ ૧૯૦૧ પ્રજા મિત્ર અને પારસી માં આ વર્તમાન પત્ર ભળી જાય છે.

સત્ય પ્રકાશ(૧૮૫૫):-

    હિન્દુઓના સામાજિક પ્રશ્નની છણાવટ કરવાના પ્રધાન ઈ.સ.૧૮૫૫માં સત્ય પ્રકાશની સ્થાપના થયેલી ત્યારે ‘૫૬’ ભોગની ચર્ચા સાથે કરશનદાસ મૂળજીએ સત્ય પ્રકાશમાં વૈષ્ણવ મહારાજાઓ સામે કરેલા પ્રહારો આ પત્રમાં છપાયા હતા.ત્યારે બીજા પત્રોએ તેમણે સમર્થન આપ્યું હતું. એ પત્રમાં જજુનાથ નર્મદનો વિવાદ પણ છપાયો હતો. એકવીસ દસ ૧૮૬૦નો કરશનદાસનો યાદગાર લેખ સત્ય પ્રકાશમાં છપાયો હતો. જજુનાથજી મહારાજે નોંધેલો બદનક્સીની ફરિયાદ પણ આ પત્રમાં છપાઈ હતી. જોસેફ આર્યમદનો મસુર ચુકાદો, મહરાજો સામે થયેલા આક્ષેપો સામે થયેલા ડો.થુથીના વિચારો વગેરે વિષયો પર લેખો છપાતા હતા એ વારસામાં મહિપતરામ તંત્રી સ્થાને હતા. પરંતુ કરશનદાસને એ વારસામાં પત્રકાર બધુએ આપેલું . માનપત્ર તે પરદેશ પરગમન સંબધ હતું. પત્રની ભાષા અનુસાર પાછળથી રાસ્ત ગોફતાર સાથે ભળી જાય છે.

સ્વતંત્રતા:-

    ઈ.સ.૧૯૭૮ સુરતમાં ‘શારદા પૂજક’ મંડળીની સ્થાપના થઇ હતી. એના તરફથી ઈચ્છારામ દેસાઈએ સ્વતંત્રતા વર્તમાન પ્રગટ કરેલું. તેમાં પહેલાં જ અંકમાં રાજકીય વિષયની ચર્ચાઓ  આવતી હતી. અને સ્વતંત્ર થવાને પ્રજાને હાકલ કરતા જોરદાર લેખો પણ એમાં આવતાં હતા. ઈ.સ.૧૮૭૮નુ સુરતનું મોટું હુલ્લડ અને હડતાલના લેખો પણ આ વર્તમાનપત્રમાં છપાયા હતા. ત્યારે પત્રકારોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ‘સૂરત રાયટ કેસ’ નિર્દોષ પૂર્વાર થયેલા આરોપીઓ છૂટી ગયા હતા. આ વર્તમાનપત્રોમાં અંડબરી સંસ્કૃત પ્રચુરશેલી પ્રયોજવામાં આવતી હતી. આખરે સ્વતંત્રતા બંધ પડ્યું.

ગુજરાતી :-

     ઈ.સ.૧૮૬૪થી ૧૮૮૦ સુધીનું મહત્વનું ગુજરાતી પત્ર હતું. આ ગુજરાતી પત્રમાં હિન્દુસમાજને સ્પર્શતા પ્રશ્નોને પડઘો પાડનાર અને દોરવણી આપનાર અખબારી આવશ્યકતા જાળવી મંગળદાસ નથુભાઈની આર્થિક સહાયતાથી શરૂથાય છે. પત્રની લીટી વિશેનું નિવેદન પ્રારંભમાં છપાતું ત્યારપછી પત્રના સહાયકોની માહિતી. આ પત્રમાં રાજકીય વિષયોની સ્વતંત્ર ભાવો વિસ્તાર પૂર્વક ચર્ચા પણ કરવામાં આવતી હતી. તેણે ફીરોજ્સા મહેતાને આપેલું સબળ સમર્થન. આમાં ગુજરાતીની રાજકીય કાદમ્બરી, હિન્દ અને બ્રિટાનીયા પત્રની રાજકીય નીતિ સબંધી સ્પષ્ટીકરણ પણ આવતું. ગુજરાતી પત્રમાં સમાજ અને સંસાર સુધારાની બાબતમાં પત્રની પ્રેક્ષક નીતિ ઉલ્લેખવામાં આવતી સાથે સનાતન ધર્મનો પક્ષપાત પણ પત્રમાં આવતો સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યની વૃદ્ધીમાં તેનો મોટો હિસ્સો હતો. આ પત્રમાં ૧૮૯૧ થી ગ્રાહકોને દર વર્ષે પુસ્તક ભેટમાં આપવાની પ્રણાલી દાખલ કરવામાં આવી હતી. ગુજરાતી પત્ર એ ૧૯૦૮ થી દીપોત્સવ અંગો પણ પ્રગટ કરવામાં આવેલા. એમાં વિમોના લખાણો, ગુજરાતી વૃત વિવેચનમાં નવા યુગના મંડાણ વગેરે ગુજરાતી પત્રએ સમજાવેલી નીતિ જોઈ શકાય છે.

ગુજરાત મિત્ર/ગુજરાત દર્પણ/દેશી મિત્ર:-

    ૧૮૬૩માં સુરત મિત્ર સાપ્તાહિક પ્રગટ થાય છે. બીજા વર્ષે નામમાં ફેરફાર કરી ગુજરાત મિત્ર નામ આપવામાં આવે છ. તંત્રી દિનશા તાલેયાર પ્રજાના લાભ માટે ઉઠાવેલા વિરોધોની ચર્ચાઓ આ પત્રમાં આવતી ગુજરાત મિત્રની વિસ્તરેલી પ્રતિષ્ઠા દેશી રાજ્યોની ટીકા, માલિકીમાં ફેરફાર, કારોબારમાં લીધેલો ઉત્સાહ, સુરત રાયટ કેસની ચર્ચા ફરી માલિકીમાં ફેરફાર ઈ.સ.૧૮૮૮માં ગુજરાત દર્પણ નામે સ્થાપના થઇ. તેમાં સ્થાનિક સ્વરાજ્યના પ્રશ્નોની ચર્ચા લક્ષમાં રખાય. ત્યારપછી ૧૮૯૪માં મિત્ર-દર્પણનું જોડાણ થઇ ગયું. પત્રની નીતિ ૧૮૭૩માં દેશીમીત્રની સ્થાપના થઇ ત્યારે નજીવી કિંમતે અને તેમાં રમૂજી લેખો આવતા હતા. એ એની વિશિષ્ટતા હતી. આમાં આવેલા રમૂજનો પ્રકાર રમૂજી શેલીમાં લખાયેલી ખબરો કેટલાક રસિક દ્રષ્ટાંતો સાથે સામાજિક બાબતોમાં પણ તેણે પ્રજાને કરાવેલું માર્ગદર્શન આ ગુજરાત મિત્ર આ લોક પ્રવૃતિને સમર્થન આપનાર પ્રજાકીય પત્ર તરીકે પણ ઓળખતું હતું. સાપ્તાહિક ઉપરાંત દેનિક આવૃત્તિ તરીકે નીકળતું આજે પણ આ પત્રનું એટલું જ મહત્વ છે.

ખેડા વર્તમાન પત્ર:-

  લગભગ ઈ.સ.૧૮૬૧માં ખેડા વર્તમાનપત્રનો ઉદ્ભવ થયો હતો. એમાં ખેડાની પ્રજામાં વાંચન વગેરેનો પ્રગટાવેલો શોખ જોઈ શકાય છે. વડોદરામાં વૃત વિવેચનની આ પત્ર શરૂઆત કરે છે. ઈ.સ.૧૮૯૯માં માણેકલાલ નાં હાથમાં આવેલ એનો કારોબાર પત્રની નીતિ નવગુજરાતની સ્થાપના થયેલ સયાજી વિજયની ભેટોમાં રમણલાલ દેસાઈની નવલકથા પણ પ્રગટ થઇ હતી.

ડાંડિયો:-

  કેવા ઉદેશ અને કેવા સંજોગોમાં ડાંડિયોની શરૂઆત થઇ. એમાં મુખ્ય લખનારા કયા, ડાંડિયો શેલી કઈ. ડાંડિયો ઈ.સ.૧૮૭૦માં સન્ડે રીવ્યુ સાથે જોડાઈ ગયું. તેમાં વાંચન સામગ્રી, ગ્રામ્યતા એના લેખોનું સામાન્ય લક્ષણ સવા વર્ષની પ્રથમ શ્રેણીમાં એણે કરેલા પરાક્રમ, રાજકીય પ્રશ્નોમાં રસ, સ્વદેશાભીમાન અને સ્વમાન ભાવના જાગ્રત કરી ભાષા અને શેલી લગભગ વિજય રાય વૈદ્યના મંતવ્યથી ઈ.સ.૧૯૩૬માં એ જ નામે પ્રસિદ્ધ થયેલું. વીમાવાળાનું સાપ્તાહિક ‘દાંડિયો ટેટલર અને સ્ટેટેટર’ ડાંડિયો સામ્ય ધરાવે છે.

પ્રજાબંધુ:-

    ૧૯મી સદીની આખરે અમદાવાદમાં પ્રસિદ્ધ થતાં ત્રણ પત્રો હતા. તેમાં ૧૮૯૮માં ભાવુભાઈ કારભારીએ પ્રજાબંધુ સાપ્તાહિકની શરૂઆત કરેલી ગણાય છે. શરૂમાં પત્રની નીતિ સબંધી નિવેદન પ્રથમ અંકની રૂપરેખા સ્થાનિક સ્વરાજ્યના પ્રશ્નને પત્રમાં અપાયેલું મહત્વ, કેળવણી પ્રત્યે ઉત્સાહ, સત્યાગ્રહના આરંભે પ્રજાબંધુને ગાંધીજીની નીતિનું સમર્થન મળેલું ત્યારે સરકારે જામીનગીરી માગેલી ત્યારે આ પત્ર મોકૂફ રખાયું હતું. ફરીથી બંધ કરાયેલું પ્રકાશન સ્વેચ્છાથી શરુ થાય છે. શરૂઆતમાં સાંકડી સામાજિક નીતિ પાછળથી સમાજ સુધારાને ટેકો આપે છે આ પત્ર. અને સાહિત્ય એને કલામાં આ પત્રએ ઊંડો રસ દાખવ્યો હતો.

   આ સિવાય ઉપરોક્ત સામાયિકો સિવાયના સત્યમિત્ર અને કેસરે હિન્દ, ગુજરાતી પંથ, સાંજ વર્તમાન, હિન્દુસ્તાન જૂથ વગેરે ઝાઝી ખ્યાતી પામ્યા વિના કેટલાક પત્રો ટૂંકું જીવન જીવી અદ્રશ્ય થયેલા પત્રોની અહીં-તહીંથી મેળવેલી હકીકતો જોઈ શકાય છે. તે શિવાય ચિત્રો અને મર્મ ચિત્રો હાસ્ય રસિક કટારો પત્રકારોનું નિયમન બધાને જ ધ્યાનમાં લઈને અંતે પ્રારંભિક ગુજરાતી વર્તમાન પત્રોનો ઉપસંહાર ટૂંકમાં નીચે પ્રમાણે છે.

ઉપસંહાર:-

    ગુજરાતી વૃત વિવેચનના ઇતિહાસના ત્રણ યુગ પહેલાના જે યુગના લક્ષણો છે તેમાં અશુદ્ધ ભાષા, સમાચારોનું ગોણ મહત્વ, સામાજિક પ્રશ્નોની ચર્ચાથી ભરાયેલી કટારો પરંતુ ચર્ચાની નીચી કક્ષા તેમાં વ્યક્તિગત ચર્ચા સુધારકો સામે ઉખડેલા રૂઢી પૂજકો આ વૃત વિવેચકના વ્યવસાયમાં પડેલા આ નેતાઓ જેનાથી નીકળી ગયેલું પત્રત્વ ગુજરાતી પત્રકારત્વમાં ગુજરાતી ભાષા તે શરૂઆતમાં બીબામાં જોડાક્ષરોની ગેરહાજરી હતી. આ પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રારંભે પારસીઓએ રસ લીધો હતો ત્યારે પારસીઓમાં ગુજરાતી ભાષાનું અલ્પ જ્ઞાન જોઈ શકાય છે. જેનાથી તેમનું ઉચારવું, તેમની લખવાની ટેવને કારણે પત્રકારત્વ પર એની અસર વર્તાય છે. પ્રારંભના યુગમાં જ્યારે ભાષા શુદ્ધિ ન હતી ત્યારે તેના માટે કાબરાજી અને પલાણજીએ ઘણા પ્ર્યાનો કાર્ય હતા. ગુજરાતીમાં ફારસી અને સંસ્કૃત શબ્દના વપરાશ સબંધી વિદ્વાનોમાં વિવાદ પણ સર્જાયો હતો. એ સમયે ભાષા શુદ્ધિ જાળવવામાં નર્મદ અને એના દાંડિયાનો હિસ્સો ઘણો મોટો છે. ભાષા શુદ્ધિ માટે તો ઈચ્છારામ દેસાઈનો સફળ પ્રયાસ પણ જોઈ શકાય છે. પાછળથી જોડણીના નિયમો સાદી સરળ આડમ્બનાં વિનાની ગાંધીજીની ભાષા પત્રોમાં પ્ર્યોજાવા લાગે છે.


કૃતીલક્ષી  વિવેચનClik Her

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ