Recents in Beach

વાંચન સાક્ષરતા- Definition of Reading Literacy

 

વાંચન સાક્ષરતા- Definition of Reading Literacy:-

   વાંચન સાક્ષરતા એ લેખિત ગ્રંથોને સમજવા, ઉપયોગ કરવા અને લખાણ પર પ્રતિભાવ આપવાના ક્રમમાં એક ધ્યેય હાંસલ કરવા માટે, જ્ઞાન અને ક્ષમતાના વિકાસ માટે અને સમાજમાં ભાગ લે તે છે.


લાક્ષણિકતાઓ:-

  વાંચન સાક્ષરતા જ્ઞાનાત્મક ક્ષમતાની એક વ્યાપક શ્રેણીનો મૂળભૂત સંકેતોથી શબ્દોના જ્ઞાન, વ્યાકરણ અને મોટા ભાષાકીય અને શાબ્દિક માળખાં અને લક્ષણોનો અને વિશ્વ વિષે જ્ઞાનનો સમાવેશ કરે છે.


   આ શબ્દ ‘સાક્ષરતા’ એ લેખિત અને મુદ્રિત માહિતી મેળવવા અને વાતચીત કરવા માટે વપરાતું એક સાધન ગણવામાં આવે છે.


    ‘સમજણ’ શબ્દ ‘વ્યાપક વાંચન’, આપણે જે કઇ વાંચ્યું તે વાંચનના તત્વને સહેલાઈથી સારી રીતે સ્વીકારવા સાથે જોડાયેલું છે.


    ‘ઉપયોગ’ શબ્દ આપણે જે કઇ વાંચ્યું તેના (ઉપયોગ) એપ્લીકેશન અને કાર્યનો ઉલ્લેખ કરે છે, ‘પ્રતિભાવ આપવો’ એ ધારણાનો ઉમેરો કરે છે કે વાંચન એ ક્રીયાપ્રતીક્રિયા પર ભાર મુકે છે.


   વાંચન સાક્ષર વ્યક્તિ માત્ર સારી રીતે વાંચન માટેનું જ્ઞાન અને કુશળતા ધરાવે છે તેવું નથી, પરંતુ વિવિધ પ્રકારના હેતુઓ માટે અને મુલ્યો માટે તેનો ઉપયોગ કરે છે. શિક્ષણનો મુખ્ય ધ્યેય માત્ર પ્રાવીણ્ય કેળવવાનો નથી પરંતુ વાંચન સાથેનું જોડાણ છે.


    શબ્દસમૂહ ‘લેખિત લખાણ’માં ભાષામાં ઉપયોગમાં આવતા(પ્રયોજતા) દરેક આલેખ્નોના સ્વરૂપો, હાથ લખાણ, મુદ્રિત અને સ્ક્રીન પર એમ બધા જ સુસંગત પાઠોનો સમાવેશ થાય છે.

   ‘ધ્યેય પ્રાપ્તિ’, જ્ઞાન અને ક્ષમતાના વિકાસ માટે વાંચન સાક્ષરતા વ્યક્તિગત મહત્વકાંક્ષાની પરિપૂર્ણતા, વ્યક્તિગત જીવન, આજીવન શિક્ષણ વિસ્તારવા માટે સક્રિય કરવાનો વિચાર ધરાવે છે.

    શબ્દ ‘ભાગ’ વપરાય છે કારણ કે તે સૂચવે છે કે વાંચન સાક્ષર લોકો સમાજ માટે યોગદાન તેમજ તેમની પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પરવાનગી આપે છે.

    વાંચન વિશે ગ્રે લખ્યું છે: “રસ, વલણ અને કુશળતા એ છે કે યુવાન લોકો અને પુખ્ત વયના લોકો અસરકારક રીતે તેમની વર્તમાન જીવનની વાંચન માંગ પૂરી કરવા માટે સક્રિય કરે છે.” તે સમકાલીન સમાજના આર્થિક, રાજકીય, કોમી અને સાંસ્કૃતિક જીવનમાં સંપૂર્ણપણે ભાગ લેવા માટેના પાયા તરીકે વાંચનને ધારણ કરે.


👉ગાણિતિક અને વૈજ્ઞાનિક સાક્ષરતા Clik Her


વાંચન કોશલ્ય એક મૂળભૂત કોશલ્ય તરીકે:-

૧) હવે એ સામાન્ય રીતે સ્વીકારવામાં આવે છે કે વાંચન સાક્ષરતાની સમાજ અને સંસ્કૃતિના ફેરફારો સાથે તેની સમજણ પણ બદલાય છે, વાંચન સાક્ષરતા વ્યક્તિત્વ વિકાસ, આર્થિક ભાગીદારી અને નાગરિકત્વ માટે ૨૦વર્ષ પહેલાં કરતા અલગ છે તે જરૂરી છે. અને હજુ પણ ૨૦ વર્ષના સમયમાં તેઓ બદલાય તેવી શક્યતા છે.


૨) શિક્ષણનું ધ્યેય માહિતીના સંગ્રહ અને સ્મરણથી બદલાઈને તેને જ્ઞાનના વ્યાપક ખ્યાલમાં સમાવેશ કર્યો છે. ‘જાણવું’નો અર્થ યાદ રાખવાને બદલે માહિતીને શોધી તેનો ઉપયોગ કરવા પર આવ્યો છે. માહિતીને સમજવા, તેના પર કાર્ય કરવા અને તેના પત્ર પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ખુબ જરૂરી છે. જો વ્યક્તિ જ્ઞાન આધારિત સમાજમાં સંપૂર્ણપણે ભાગ લેવા સક્ષમ હોય. વાંચન સાક્ષરતા માહિતી શોધ કરવી, પસંદગી કરવી, તેને સમજવી અને તેનું મૂલ્યાંકન કરવું વગેરેને પાઠ સાથે જોડી તેને વર્ગખંડની બહારની પરિસ્થિતિ સાથે સાંકળે તે સંપૂર્ણ શ્રેણીનો સમાવેશ થાય છે.


૩) વાંચન સાક્ષરતા(કુશળતા) માધ્યમિક અને હાઈસ્કુલના વિદ્યાર્થીઓની શેક્ષણિક સિદ્ધી માટે આવશ્યક છે.


૪) વાંચન કુશળતા એ માત્ર શિક્ષણ પદ્ધતિ અંતર્ગત દરેક અન્ય વિષય વિસ્તારોમાં સિદ્ધી માટેનો પાયો નથી પરંતુ પુખ્ત જીવનના મોટા ભાગના વિસ્તારોમાં સફળ ભાગીદારી માટેની એક પૂર્વ શરત છે.


૫) આજે ઉચ્ચ કક્ષાના શિક્ષણની અને કોશ્લ્યની જરૂરીયાત મોટી સંખ્યામાં વધતી જાય છે. સામાન્ય કરતા નીચી કુશળતા ધરાવતાને વેશ્વિક અર્થતંત્રમાં સામાન્ય કરતા વધુ વેતન મેળવવું મુશ્કેલ છે. જેઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને કોશ્લ્ય છે તેઓને માટે ઉચ્ચ સ્તરની નોકરીનું પુનઃનિર્માણ થઇ રહ્યું છે. યુરોપિયન કમિશને (૨૦૦૧) વાંચન સાક્ષરતા કોશલ્યના પાયાની પ્રકૃતિનો નિષ્કર્ષ શિક્ષણ અને તેની બહારના વિશાલ આજીવન શિક્ષણમાં ભાગીદારીના સંદર્ભમાં સગવડતા આપવાનો છે. જેમાં વ્યક્તિઓ સામાજિક એકીકરણ અને વ્યક્તિગત વિકાસમાં ફાળો આપે.


૬) વાંચન સાક્ષરતા કોશલ્ય એ વ્યક્તિઓ બાબતે માત્ર નથી પરંતુ સમગ્ર અર્થતંત્ર માટે છે. નીતિ ઘડવેયાઓ અને અન્ય એ ઓળખવા માટે આવી રહ્યા છે કલે આધુનિક સમાજ માનવ કેપિટલ જેમાં ઘણા વ્યક્તિઓ અર્થશાસ્ત્રીઓ જાણે અને તે પ્રમાણે જે તે કેપિટલનું મહત્વનું સ્વરૂપ નક્કી કરે. અર્થશાસ્ત્રીઓ એ ઘણા વર્ષ પહેલાં તે માટે વિકાસાત્મક મોડેલ તેયાર કર્યું જેમાં શિક્ષણના સ્તર અને આર્થિક વૃદ્ધિની સંભવિત આગાહી કરી શકે.


સમાવેશી શિક્ષણનો ખ્યાલ(Consept) Clik Her





અભ્યાસક્રમના આધારોclik her



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ