Recents in Beach

પ્રાગ નરસિંહયુગનું સાહિત્ય

 Prag Narshinh Yougnu Sahity


   પ્રાગ એટલે પહેલાં. નરસિંહ મહેતા પહેલા સાહિત્યમાં અપભ્રંશના અવસાન અને ગુજરાતીના જન્મ વચ્ચેના સક્રાંતિ કાળની ભાષામાં સાહિત્ય સર્જન થયું છે. ગુજરાતી ભાષાના ઉતરોઉંતર વિકાસની સાથે સાહિત્ય પણ પ્રગટ્યું હતું. ૧૧માં સતકના કલિકાલ સર્વજ્ઞ સાહિત્યકાર હેમચન્દ્રાચાર્યનું અવસાન ઈ.સ.૧૧૭૩મા થાય છે. અને નરસિંહ મહેતાનો જન્મ ઈ.સ.૧૪૧૪મા મનાય છે. એ વચ્ચેના સાહિત્યને આપને પ્રાગ-નરસિંહ યુગનું સાહિત્ય તરીકે ઓળખીએ છીએ . આ સમયના સાહિત્યના બે ભાગ જોવા મળે છે. (૧)નરસિંહ પૂર્વેનું જેન સાહિત્ય, (૨) નરસિંહ પૂર્વેનું જેનેતર સાહિત્ય.



૧] નરસિંહ પૂર્વેનું જેન સાહિત્ય:-

    નરસિંહ પૂર્વેના જેન સાહિત્યમાં રાસ, બારમાસી, પ્રબંધ, પદ્ય વાર્તા ઉપરાંત બાલાઓ બોધ, મુક્તઓ બોધ, પદ્ય અને કેટલુક ગદ્ય સાહિત્યનો સમાવેશ થાય છે.



૧) રાસ:-


     રાસની રચના જેન તેમજ જેનેતર બંને પ્રકારના સાહિત્યમાં જોવા મળે છે. જેન લોકોનાં રાસમાં જોઈએ તો ભરતેશ્વર બાહુબલી રાસ, જંબુસ્વામીચર્ય, રેવંતગિરી રાસો, બુદ્ધી રાસ, સમરારાસ, વેથળ રાસ, કછોલી રાસ, પાંચ પાંડવ ચરિત્ર્યરાસ વગેરે કૃતિઓ મળી આવે છે. ઈ.સ.૧૧૮૫માં સાલી ભ્દ્ર્સુરી રચિત ભરતેશ્વર બાહુબલી રાસ મળી આવે છે. આ રાસનું કથા-વસ્તુ જેન સમાજમાં ખુબ જ જાણીતું છે. જેન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલી વચ્ચેનું જે યુદ્ધ થાય છે. તેમજ બાહુ બલીના વૈરાગ્ય, તપ અને કેવળજ્ઞાન પ્રાપ્તિ એ એનો મુખ્ય કથા-વસ્તુ છે. આ રાસમાં કવિએ બાહુબલીનાં પાત્રને ઉઠાવ આપ્યો છે. જેન ધર્મનો મહત્વ આ કૃતિમાં પ્રભાવિત થાય છે. ગિરનારની તળેટીમાં કે પછી જેન સંઘ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય ત્યારે મનોરંજન માટે બીજી કેટલીક નાની કૃતિઓ રાસ રચના મળી આવી છે. આ કૃતિઓમાં શત્રુંજય ગીરનાર કછુલીની સંઘયાત્રનું વર્ણન, ઈતિહાસ, ભૂગોળ તેમજ કેટલીક ભાષાકીય બાબતો પૂરી પાડે છે. કવિ શાલીભદ્ર સૂરીએ જેન હોવા છતાં મહા ભારતનાં કથા-વસ્તુ પર આધારિત પાંચ પાંડવ ચરિત્ર રાસ કૃતિ રચી છે.



(૨) બારમાસી સાહિત્ય:-


     રાસની સમાંતરે જ વિકાસ પામેલું અને આકર્ષક બનેલું એવું બારમાસી સાહિત્ય પણ મળે છે. આ સ્વરૂપમાં આ સાહિત્યમાં ગુજરાતીનાં બારમાસ ઉપરાંત ક્યારેક તેર માસ ઋતુ પ્રમાણે પરિવર્તન પામે છે. તેનું આલેખન કરતી કૃતિ તે બારમાસી છે. જેન ધર્મમાં ચતુર માસનો વિશેષ મહત્વ છે. જેન કવિઓએ નેમિનાથ ચતુષ પદીકા ગુજરાતી ભાષાનો જુનું તેમજ સર્વોત્તમ બારમાસી કાવ્ય મળે છે. આ બારમાંસીની કથા પણ જેન ધર્મમાં પ્રચલિત છે. નેમીનાથથી વિરહી બનેલી રાજીમતી અને તેની સખીઓ વચ્ચેના સંવાદ રૂપે આ કાવ્ય રચાયું છે. કવિ એ આ કૃતિમાં ચોમાસાના ચાર માસને વિશેષ મહત્વ આપ્યું છે. કવિ વિનય ચંદ્ર એ આ કૃતિમાં કરુણરસની વહેંણી કરી છે. તદ ઉપરાંત સ્થુલીભદ્ર બારમાસી, નેમિનાથ રાજીમતી બારમાસી, નેમિનાથ તેરમાસા, તેમજ સ્થુલીભદ્ર એક્વીસો જેવી બારમાસી સાહિત્ય સ્વરૂપની કૃતિઓ મળે છે.



(૩) ફગુ સાહિત્ય:-


    ૧૧માં શતકથી ૧૪માં શતક વચ્ચે જે લોકપ્રિય સાહિત્ય સ્વરૂપ રચાયું તે સાહિત્ય પ્રકાર ફાગુ છે. ઈ.સ.૧૨૮૫ પછી તરત રચાયેલી કૃતિ જીવનચંદ્ર સૂરી ફાગુ એ અત્યાર સુધીની જૂનામાં જૂની ફાગુ રચના છે. ત્યારબાદ સ્તુલી ભદ્ર ફાગુ, નેમિનાથ ફાગુ, જંબુ સ્વામી ફાગુ, જીરાપલ્લી પાશ્વનાથ ફાગુ, ભરતેશ્વર ચક્રવર્તી ફાગુ, રંગ સાગર નેમિનાથ ફાગુ અને નેમીશ્વર ચરિત્ર ફાગુ જેવી રચનાઓ મળી છે.


    ઉપરોક્ત ફાગુ રચનાઓમાં જીનપદ્મ સૂરી રચિત ફાગુ મળે છે. એ કૃતિમાં વસંત ઋતુનું નહિ પણ વર્ષાઋતુને મહત્વ આપવામાં આવ્યો છે. ફાગુ કાવ્યમાં ફાગણ માસથી ચેત્ર પૂનમ સુધીનું વસંત ઋતુનું વર્ણન કરતુ કાવ્ય હોય તેણે જ આપણે ફાગુ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ કાવ્યમાં કવિએ વર્ષા ઋતુને મહત્વ આપ્યો છે. આ ઉપરાંત પણ જેન ધર્મનું મોટાભાગની કૃતિઓમાં વર્ષા ઋતુને મહત્વ અપાયું છે.



પ્રાગ નરસિંહયુગનું સાહિત્ય



(૪) પ્રબંધ સાહિત્ય:-

     આ સમયના કેટલાંક રૂપક કાવ્યો મળે છે. પ્રબંધનો મુખ્ય વર્ણન વિષય વીર પુરુષના પરાક્રમને બિરદાવવાનો છે. જ્યાં સુધી ગુજરાતમાં દેશી રજવાડાઓ હતાં ત્યાં સુધી પ્રબંધ રચતા રહ્યા છે. પ્રબંધ ક્ષેત્રે ૧૫માં સતકના પહેલા ચરણમાં કવિ જય શેખર શૂરી રચિત ત્રિભુવન દીપક પ્રબંધ મળે છે. આ કૃતિની વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ન જાણનાર વર્ગ માટે સંસ્કૃતનાં પ્રબોધ ચિંતામણીનું આ કૃતિમાં ગુજરાતી રૂપાંતર થયું છે. આત્મારૂપી પરમ હંસ રાજાને માયાએ પોતાનાં રૂપમાં ફસાવી પ્રિય રાણી ચેતનાથી વિખુટો પાડ્યો અને તેના દ્વારા અનેક અનીશ્ઠો કરાવ્યાં એ આ કાવ્યની કથા-વસ્તુ છે. અંતે ચેતના રાણીએ અજ્ઞાતવાસમાંથી આવી પરમ હંસને પોતાનું એશ્વર્ય ફરી મેળવવાનું કહેતા રાજાએ કયા નગરીનો ત્યાગ કર્યો અને સ્વરાજ્ય પુનઃ સિદ્ધ કર્યું. એ કથા-વસ્તુ કેન્દ્ર સ્થાને છે. પધ બંધની સરળતા, વાણીનો પ્રસાદ અને કવિ પરથી ધબકતા આ કાવ્યની વિશિષ્ટતા બોલી પરથી આકી શકાય છે.



(૫) પદ્યવાર્તા સાહિત્ય:-

   પદ્ય વાર્તા ક્ષેત્રે જેન સાધુ કવિઓનું લખાણ નહીવત પ્રમાણમાં છે. તેમ છતાં ગદ્ય ક્ષેત્રે જોઈએ તો તેરમાં શતકમાં આરાધના બાલશિક્ષા મળે છે. તો ત્યાર બાદ બાલાઓ બોધ, મુકતાઓ બોધ જેવી નાના બાળકોને ઉપદેશ આપવા માટે હસ્ત પત્રિકાઓ રચાઈ હતી. આરાધનાની ભાષા તો સંસ્કૃત પ્રચ્યુંર છે. બાળાઓ બોધમાં મૂળ ધર્મ ગ્રંથને અનુવાદ કરી દ્રષ્ટાંત કથાઓની પુરતી કરવામાં આવી છે.


    મુકતો બોધ ઓક્તિએ કુલમંડન ગણીને સંસ્કૃત ભાષાનું ગુજરાતી ભાષામાં લખેલું પ્રથમ વ્યાકરણ છે. આમ જેનની દ્રષ્ટિએ વિચારીએ તો પ્રાગ નરસિંહયુગનું સાહિત્ય ઘણું વિપુલ છે. સામાન્ય રચનાઓ ઉપરાંત ગદ્ય કૃતિઓ પણ મળે છે. આ યુગનાં સર્જકો મૂળતો જેન સાધુ કવિ છે. જેથી આ સાહિત્યમાં વૈરાગ્ય ગાન વિશેષ છે, તો જીવનનો ઉલ્લાસ પણ છે. પ્રાગ નરસિંહયુગના સાહિત્યમાંથી તે સમયના સમાજ જીવનની માહિતી તેમજ ક્રમે ક્રમે થતાં ભાષાનાં પરિવર્તનનો સ્પષ્ટ ખ્યાલ મળે છે.


    મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં થાળ, હાલરડાં, વિવાહ વરુ, વર્ણ, કક્કો જેવા સાહિત્ય સ્વરૂપો પણ અસ્તિત્વમાં હતાં. જે કક્કા જેવા સાહિત્ય પ્રકારો ઉપદેશાત્મક કવિતાના પ્રકાર કહેવાતા. જ્યારે વર્ણ કોઈ પણ વિષયની પરંપરા તે નિશ્ચિત થયેલી અનુપ્રાસવાળી પદ્ય રચના હતી. તદ ઉપરાંત લોકો જે બોલ-ચાલની ભાષા વાપરતા હતા તે ગદ્ય હતું. તામ્ર પત્ર ઉપર લખાયેલ મહત્વના દસ્તાવેજો તેમજ આરાધના, બાલશિક્ષા જેવી ગદ્યને આધિન કૃતિઓ મળે છે. તેની ભાષા લોક ગમ્ય અને સરળ છે.


   આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ખેડાનમાં જેન સાધુ, કવિઓનો વિશેષ ફાળો છે. હેમચન્દ્રાચાર્યના અવસાનથી શરૂઆત કરી નરસિંહ મહેતાના સમય સુધીનો જેન સાધુ કવિઓ આપણા પ્રથમ સાહિત્ય સર્જકો છે. એમણે ધાર્મિક દ્રષ્ટિ સાચવીને પોતાનાં સમયનાં સમાજનો જીવર્ણ અને ભાષાનો સંપર્ક જીવતો રાખ્યો છે. આ સમયમાં રચાયેલી રાસ કૃતિઓ વધારે મળી આવતી હોવાથી કે.કા.શાસ્ત્રી આ યુગને રાસયુગ એવું નામ આપે છે. તદ ઉપરાંત નરસિંહ પૂર્વેના સાહિત્યમાં લોક સાહિત્યનો પણ મોટો ફાળો છે. લોક સાહિત્ય સમય પ્રમાણે બદલાતું રહ્યું છે. પદ્ય વાર્તાઓ લખાય છે. તેનું વિષય-વસ્તુ લોક સાહિત્યમાંથી લેવાયું છે. તદ ઉપરાંત મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી, હિંદુ જેવા જેનેતર કવિઓની સંખ્યા પણ મોટી છે.



૨] પ્રાગ નરસિંહયુગનું જેનેતર સાહિત્ય

    જેનેતર સાહિત્યના પ્રથમ સાહિત્યકાર કવિ હેમચન્દ્રાચાર્ય છે. એમણે સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ આપ્યો છે. આ વ્યાકરણ ગ્રંથમાં આઠમાં અધ્યાયના અપોજીસ દુહાની ભાષા જે આજની ગુજરાતીનાં પ્રભવ સ્થાન જેવી છે. એ જ રીતે જોતાં ભાષાની વિશિષ્ટતા તો છે જ પરંતુ તેની સાથે રસ વતા પણ છે. હેમચંદ્રાચાર્યએ માત્ર બે જ લીટીના દુહામાં વીર રસ અને શૃંગાર રસનું રસ ભર્યું આલેખન કર્યું. તત્કાલીન જીવનનાં કુમારી અને ગોરવ વ્યક્ત કરેલાં છે.


દા.ત.:-  સીદ્ધહેમના દુહામાં વીર અને શૃંગાર રસની નીશ્પ્તી કેવી રીતે થઇ છે તે જોઈએ તો:-


૧.“એવા પુત્રનાં જન્મથી શો લાભ ?”

અથવા મારવાથી કોઈ હાની થવાની નથી.

જેના હોવા છતાં પોતાના બાપ-દાદાની ભૂમિ દુશ્મનો વડે હરણ થઇ જતી હોય.  


૨.”સારું થયું બહેન કે મારા સ્વામી યુદ્ધમાં ખપી ગયાં. યુદ્ધમાં પાસી પાણી કરી ભાગીને ઘેર નાસી આવ્યા હોત તો, હું સખીઓ આગળ લાજી મરત.”


૩.”જે પોતાના ગુણ દાટે છે, અને પારકાના ગુણ પ્રગટ કરે છે, તેવા કળીયુગના દુર્લભ સજ્જનને મારા કોટી કોટી વંદન.”


૪.જેમ સાકરનો ટુકડો પોતાનો મીઠો સ્વાદ છોડતો નથી, તે ટુકડાના સો સો ટુકડા ભલે થઇ જાય તો પણ એ સાકરનો ચૂરો મીઠો જ હોય છે. તેવી જ રીતે ગયેલા જોબનને રડો નહિ.


    આવા તો કેટલાય દુહા આ ભાષામાં મળે છે. જેમાંથી એ યુગનાં જીવનની ખુમારી જિંદા-દિલ, વીરતા ભર્યો પ્રેમ ડગલે ને પગલે જોવા મળે છે. આ દુહાઓમાં જીવનનો મર્મ છે, વાણીની તાકાત છે. સાથે ભાષાનું સામર્થ્ય પણ છે. આ દુહાનું સાહિત્ય આપણા માટે એક મહા મરું યોગ છે. લોક હ્રદયે કાયમ માટે વાસ કરેલાં સાહિત્યમાંથી સોરઠી દોહાનો જન્મ થયો છે. આજે પણ દેવી-પુત્ર તરીકે ઓળખાતા ચારણના મુખે જ્યારે દુહાઓ ગવાય છે. ત્યારે સાંભળનારું હ્રદય ડોલી ઉઠે છે.



(૧) રાસ સાહિત્ય:-


    નરસિંહ પૂર્વેના સમયમાં જેનેતર કવિની કૃતિ સંદેશક રાસ મળે છે. આ કૃતિના રચયતા મોડાસાના મુસ્લમાન કવિ અબ્દુલ રહેમાની છે. આ કવિએ સંસ્કૃત કવિ કાલીદાસની મેઘદૂત રચનાપરથી પ્રેરણાલઈને રચે છે. આ રાસમાં એક વીરણી નાયિકા માર્ગથી પસાર થતો મુસાફર ખંભાતનો છે, એમ માની ખંભાતમાં રહેતા પોતાનાં પતિને મુસાફર મારફતે સંદેશો મોકલાવે છે. આ કૃતિમાં કવિએ મુસાફર આવતો દેખાય છે, ત્યારથી કાવ્યની શરૂઆત કરી છે. અને મુસાફર દેખાતો બંધ થાય છે, ત્યારે કાવ્ય પૂર્ણ કર્યું છે. મધ્યકાલીનયુગનું આ રાસ રચના ગોચર અપભ્રંશ કાળની છે. આ કૃતિમાં ધર્મનું કોઈ પણ પ્રકારનું વર્ણન નથી.


    ત્યારબાદ કવિ ચંદ બરડાઈ કૃત પૃથ્વી રાજ રાસો, ગોતમ રાસ, પાંચ પાંડવ રાસ, જેવી રાસ રચનાઓ મળે છે., તો સિદ્ધરાજ જય સિંહના જીવન પ્રસંગ પર આધારિત જસ્માં હઠણનો રાસ મળી આવે છે.



(૨) ફાગુ સાહિત્ય:-


     રાસની સમાંતરે ઘસેલું બીજું સાહિત્ય સ્વરૂપ છે તે ફાગુ છે. ગુજરાતી સાહિત્ય સ્વરૂપ છે તે ફાગુ છે. ગુજરતી સાહિત્યમાં કોઈ અજ્ઞાત કવિ કૃતિ વસંત વિલાસ ફાગુ નોંધ પાત્ર ફાગુ કાવ્ય છે. ફાગુ કાવ્યમાં ફાગણથી ચેત્ર પૂનમ અને વસંત ઋતુનું વર્ણન કરતુ કાવ્ય હોય છે. તે બાબત આ ફાગુ કાવ્યમાં છે. વસંત વિલાસ ફાગુમાં ધાર્મિક વાતાવરણ જેમાં આખા સંસારના સમગ્ર પુરુષો નાયક તરીકે સમગ્ર સ્ત્રીઓને નાયિકા તરીકે ગણ્યા છે. વસંતનો વિભારજ મુક્ત રીતે ગવાયો છે. મોહરેલા આંબા, મલય સંવીર, ભમરાનો ગુલઝારવ, કોયલનું ગુંજન, ચંપો, કેસુડો જેવા પુષ્પોની મ્હેક, અશોક કેતકી જેવા વૃક્ષોની શોભા વૃદ્ધિ જેવું વસંત ઋતુનું વૈભવ આ કાવ્યમાં સુંદર શબ્દ ચિત્ર આલેખાયું છે.


    વસંત વિલાસ ઉપરાંત જેનેતર ફાગુ રચનાઓમાં નારાયણ ફાગુ ભ્રમર ગીતા, હરિ વિલાસ, વિરહ-દેશાવલી ફાગુ જેવા નોંધપાત્ર ફાગુ કાવ્ય છે.


(૩) પ્રબંધ સાહિત્ય:-


     સોલંકી, સોલંકી, રાજપૂત રાજાઓના રાજ્યાશ્રમ પહેલાંથી જ પ્રબંધ રચાતાં આવ્યાં છે. જે ને આપણે રૂપક કાવ્ય તરીકે ઓળખીએ છીએ. કવિ જય શેખર શૂરી એ સંસ્કૃત ભાષા ન જાણનાર લોકો માટે ગુજરાતી ભાષામાં ત્રિભુવન દીપક પ્રબંધની રચના કરી છે. તેમજ રણમલ છંદ નામનું કાવ્ય જેને આપણે પ્રબંધમાં ગણીએ છીએ તે ૧૪માં શતકના ઉતરાર્ધમાં લખાયેલી કૃતિ છે, જેની રચના કવિ શ્રી ધર વ્યાસે કરી છે. આ કૃતિ એતિહાસિક વીર કાવ્ય છે.


   ‘રણમલ છંદ’ કૃતિમાં ઈડરના રાજા રણમલએ ઇડર પર આક્રમણ કરનાર પાટણના મુસ્લમાન સૂબાને જે પરાજય આપ્યો હતો તેની કથા છે. આ કાવ્ય રણમલના વીર પુરુષ પરાક્રમને બિરદાવ્યું છે. આ કાવ્યમાં કવિએ ઇડરનું વર્ણન કર્યું છે. સેક દિલ્લીથી આવેલા અલ્લાઉદીન ખીલજી સોમનાથ, વેરાવળથી, પાટણ જાય છે, ત્યારે વચ્ચે આવતાં બધા રાજ્યને મ્હાત કરતાં તે ઇડર સુધી પોહંચે છે. અને ઇડરમાં પહેલે પરાજય મળે છે. આ કૃતિમાં ઇડર ઘરનું વર્ણન કર્યું છે. તેની સાથે સેન્ય અને યોદ્ધાઓનું પણ યોજસ્વી સેલીમાં વર્ણન કર્યું છે.


(૪) પદ્ય વાર્તા સાહિત્ય:-


      નરસિંહ મહેતા પહેલાનાં સમયમાં પદ્ય વાર્તાનું સર્જન તો થયું છે. પરંતુ નરસિંહ પછી પદ્ય વાર્તાઓનું પ્રમાણ વધ્યું છે. ઈ.સ.૧૩૫૫માં વિજય ભદ્ર રચિત હંસરાજ ગચ્છરાજ જેવું કંઇક નામની પદ્ય વાર્તા મળે છે. અને એ પદ્ય વાર્તા પરથી જેનેતર કવિ અસાઈત તે હંસાવલી પદ્ય વાર્તાની રચના કરી છે. આ ઉપરાંત સંદેવશ્ય ચરિત્ર અને રણમલ છંદ નામની કૃતિ મળે છે.


    ‘સદ્ધેવ વત્સ્ય ચરિત્ર’ પદ્યવાર્તામાં સદેવંત સાવળીગાની પ્રણય રસિક વાર્તા છે. લોક પ્રિય કથા પરથી કવિ ભીમે આ પ્રણય વાર્તાની રચના કરી છે. શૃંગાર, વીર અને અદ્ભુત એવા ત્રણ રસોનું આલેખન કરી વાર્તાની જમાવટ કરી છે. ઈડરના શ્રી ધર વ્યાસે રચેલ એતિહાસિક વીર કાવ્ય ‘રણમલ્લ છંદ’ કાવ્ય મળે છે. ઇડર પર આક્રમણ કરનાર પાટણના મુસ્લમાન સુબાને આપેલા શખત પરાજયને આ કાવ્યમાં વાચા મળે છે. કાવ્યની ભાષા અરબી અને ફારસી શબ્દોથી ભરપુર છે. યુદ્ધ કથા હોવાના કારણે વીર રસને ઉચ્ચિત એવી ઓજ્સ્વતી પદાવલીમાં અને અક્ષર મેળ વૃતોમાં આ પદ્ય વાર્તાનું સર્જન થયું છે.


  હંસાવલી પદ્ય વાર્તામાં કવિ અસાઈતે ચાર ખંડ પાડ્યા છે. પ્રથમ ખંડમાં નર વાહન અને હંસાના લગ્નની વાત મૂકી છે. અને બાકીના ત્રણ ખંડોમાં આગળના જોડિયા દીકરા હંસ અને વત્સને નડેલા અકસ્માત અને એમાંથી બહાર આવવું અને બંને પુત્રોનાં પરાક્રમોની કથા મુકવામાં આવી છે. અસાઈતનો મોટો ફાળો તો લોક નાટ્ય ભવાઈમાં છે.



(૫) ગદ્ય સર્જન:-


     નરસિંહ પૂર્વેના જેનેતર સાહિત્યમાં પૃથ્વી- ચંદ્ર ચરિત્ર એ ગદ્ય કથાનો સમાવેશ થયો છે.ગદ્ય કથામાં જન્મ જન્માંતરોની ચમત્કારભરી વાતો શબ્દા અલંકારોના પ્રાસથી શોભતું બોલી નામનું વિશિષ્ટ ગદ્ય અને દીર્ધ સમાસ વગેરે છે. આ કવિએ સંસ્કૃત કવિ બાણભટ્ટનું અનુસરણ કર્યું હોય તેમ લાગે છે. કાદબરીને મળતી આવતી આ કૃતિને અંતે ધર્મ ઉપદેશ અપાતો હોવાથી એ ધર્મ કથા બની ગઈ છે. મૂળ કથામાં ચમત્કારો ભળતા આડ વાર્તાઓ પણ ધર્મ ઉપદેશ માટે જ પ્રયોજાય છે.


ઉપસંહાર :-


     આમ જેન અને જેનેતર સાહિત્યને જોતા નરસિંહ મહેતા પૂર્વેનું સાહિત્ય ઘણું વિપુલ છે. રાસ, ફાગુ, બારમાસી, પ્રબંધ અને પદ્યયાત્મક લોક વાર્તા જેવું સાહિત્ય ઘણું છે તેની સાથે ‘પૃથ્વી ચંદ્ર’ ચરિત્ર જેવી ગદ્ય કૃતિ મળે છે. બાલાઓ બોધ, મુક્તાઓ બોધ જેવી દૃષ્ટાંત કથાઓ છે. તેમજ આ યુગના સર્જકો મોટે ભાગે જેન સાધુ કવિઓ અને જેનેતર કવિઓ છે. આ સાહિત્યપરથી એટલું ચોક્કસ કહી શકાય કે આ યુગનાં સાહિત્યમાં વેરાગ્યનું ગાન છે, તો જીવનનો ઉલ્લાસ છે, તેની સાથે તે સમયના સમાજ જીવનની માહિતી તેમજ ભાષાનો ક્રમ પ્રમાણે થતો વિકાસ- પરિવર્તનનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. પ્રેમ અને શોર્યથી ઉછળતી પ્રજાએ આપણને ગુજરાતી ભાષા આપી એ ભૂલવા જેવું નથી.  


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ