Recents in Beach

મધ્યકાલિન ગુજરાતી સાહિત્યના લક્ષણો અથવા સિદ્ધી મર્યાદાઓ

 

Madhykalin Gujarati Sahityna Lakshno/ sidhi Maryadao

પ્રસ્તાવના:-


    મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિષે સૌપ્રથમ નોંધપાત્ર બાબત એ છે કે, કેટલુક જ સાહિત્ય ૯-૧૦ દાયકામાં છપાયને પ્રસિદ્ધ થયું. મોટાભાગનું સાહિત્ય હજુ પણ પોથીઓમાં- હસ્ત લિખિત અવસ્થામાં પડ્યું છે. અને તે પુસ્તકાલયોમાં અને જેન ભંડારોમાં સચવાયું છે. આ પોથીઓને સાચવી રાખવાનું શ્રેય પાટણ, હરાળ, જેસલમેર, અમદાવાદ, ખંભાત જેવા પુસ્તકાલયોમાં સંખ્યા બંધ હસ્ત લિખિત સાહિત્ય આજે સચવાયું છે. આ સાહિત્યને જોતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સિદ્ધી મર્યાદાઓ- લક્ષણો નીચે મુજબ છે:-
૧) હસ્ત લિખિત સાહિત્ય:-


    મધ્યકાલીન કવિઓની કૃતિઓ હસ્ત લિખિત હોવાનું કારણ સ્પષ્ટ છે, તે વખતે છાપ ખાના આ દેશમાં ન હતા. જ્યારે અંગ્રેજો આવે છે ત્યારથી એમનાં સંપર્ક દ્વારા મુદ્રણ યંત્રો અસ્તિત્વમાં આવે છે. કૃતિના બોહળો પ્રચારનો લક્ષ તે વેળા શક્ય ન હતો. તો બીજી બાજુ નરસિંહ- મીરાં જેવા કવિઓ શ્રી કૃષ્ણની ભક્તિમાં તલીન હોવાથી ભક્તિમત હેયા માંથી સહજ પણે સરતા પોતાના પાડો કાગળ પર ઉતારવાની પડેલી ન હતી. આદરથી જોગી થયેલી ગુજરાતી ધાર્મિક પ્રજા ભક્તકવિઓની વાણીને કંઠ અને હેયામાં નિવાસ મેળવતી ચાલી આવી હતી. કંઠસ્થ પદો કરવામાં આવતાં. આવા કાંઠોપ કંઠ પ્રચાર સિદ્ધ તેમજ ટૂંકી રચનાઓને મળતો. લાંબી રચનાઓને લહેયાઓની મદદથી પ્રચાર થતો.


    આ બાબતનો એક ફાયદો એ છે કે ગુજરાતના જુદા-જુદા ભાગની ભાષાનાં અક્ષરોના ભૂગોળમાં થતાં ગયેલા ફેરફારનો ભાષાના વિકાસનો સારો ખ્યાલ આવી શકે છે. એક જ શબ્દ કેવી વિભિન્ન રીતે જુદા-જુદા ભાગમાં બોલતો લખતો હશે તે પણ તેમાંથી જાણવા મળે છે. વિકાસ પામતી ગુજરાતી ભાષાનો કડી બધ ઈતિહાસ મધ્યકાલીન સાહિત્યની મદદથી પ્રાપ્ત થયો છે.


મધ્યકાલિન ગુજરાતી સાહિત્યના લક્ષણો


૨) પદ્ય પ્રધાન સાહિત્ય:-

    ગુજરાતી સાહિત્યને બીજી આગળ આવતી વિશિષ્ટતા એ છે, કે એણે મોટા ભાગનું સાહિત્ય પદ્યમાં જ પ્રયોજાયું છે. લોકોનાં રોજ-બરોજના બોલચાલની ભાષાતો ગદ્ય જ હતી. જુદા-જુદા સમયે ગદ્યમાં લખાયેલા દસ્તાવેજો અને લેખો પણ મળે છે, તેમ છતાં સાહિત્ય ક્ષેત્રે પદ્ય જ વધારે પ્રતિષ્ઠિત બન્યું. કારણ જોઈએ તો દુનિયાના કેટલાય દેશોમાં સાહિત્યની શરૂઆત કવિતાથી થઇ છે. અને ત્યારબાદ ગદ્ય સાહિત્યનુ વાહન બન્યું. ગદ્યનું કામ સમજાવવાનું છે. જેથી તેમાં બુદ્ધિનું પ્રવર્તન વિશેષ હોય છે, જ્યારે પદ્યનું કામ અનુભવ કરાવવાનું છે. કવિતામાં સમગ્ર છાપ ઝીલી પ્રતીસ્તોલન કરતી કલ્પના અને ઊર્મિનું પ્રવર્તન વિશેષ હોય છે. જગતના જીવનને જોવાનું કામ હંમેશા કવિતાનું જનક રહ્યું છે.


    મધ્યકાળના સાહિત્યકારોપાસે કલમ પકડવી હતી નહિ, આ કવિઓ પ્રકૃતિએ બુદ્ધીવીર નહિ તેટલા હ્રદય ધર્મી દેખાતાં લોકોના હેયાને સ્પર્શ કરવા તેમની બુદ્ધિને નહિ પણ પરંપરાનો વારસો ગુજરાતી અને તેની ભાગ્યભાષાઓને આપ્યો છે. ગદ્ય વધુ જગ્યારોકે જ્યારે પદ્યમાં થોડા શબ્દોમાં ઘણું અને સુંદર કહી શકાય. તે સમયમાં કંઠસ્થ કરી યાદ રાખવામાં લોકોને ગદ્ય કરતા પદ્ય જ વિશેષ સગવડ ભર્યું હોવાથી સાહિત્ય પદ્યમાં જ રચાયેલું.૩) કેન્દ્રસ્થાને ધર્મ/ધર્મ પ્રધાન સાહિત્ય:-


   બાહ્ય સ્વરૂપ પરથી આંતર સામગ્રી ઉપર નજર કરતાં મોટું લક્ષણ એ જોવા મળે છે કે તે સમયનું સાહિત્યનુ વિષય વસ્તુ અર્વાચીન સાહિત્યના મુકાબલે ઘણું નાનું છે. અને તેમાં પણ કેન્દ્ર સ્થાને ધર્મ છે. નરસિંહ, મીરાં, અખો, ભાલણ, પ્રેમાનંદ જેવા કવિઓએ ધર્મને મહત્વ આપ્યો છે. તદઉપરાંત મોટા ભાગનું સાહિત્ય વિરક્ત જેન સાધુ કવિઓનાં હાથે લખાયેલું છે. રાસ, પ્રબંધ, બારમાસી, મુક્તક્બોધ, બાલાબોધ વગેરે ધાર્મિક છે. તે સમયનાં કવિઓ કવિતરીકે નહિ તેટલી ભક્ત તરીકે સમાજમાં પ્રતિષ્ઠા પામી ચુક્યા છે. ગુજરાતની ધરતી ઉપર જેન અને હિન્દુધર્મ ઉપરાંત પારસી, મુસ્લિમ, ખ્રિસ્તીધર્મ પણ ધર્મભાવનાથી પ્રેરે છે. બધાજ ધર્મનાં અનુયાયીઓનું સાહિત્ય ધર્મ જ એક મોટું પ્રેરક બળ હોય તેમ મોટા પ્રમાણમાં ધાર્મિક છે.


    ધર્મ કેન્દ્રસ્થાને હોવા છતાં કેટલુંક સાહિત્ય માનવજીવનના ઉલ્લાસને રજુ કરે છે. વસંતવિલાસ તેમજ બાણ ભટ્ટની કેટલીક કથાઓમાં માનવ જીવનનો ઉલ્લાસ છે. છતાં એનું પ્રમાણ ઘણું ઓછું છે. ક્નેયાલાલ મુન્શીએ આ લક્ષણ પરથી મધ્યકાળના સાહિત્યકારોને જીવનના દ્વેશની અને મૃત્યુનાં પેગંબરો કહ્યા છે. એમનું આ પ્રદાન ઘણું આવેશ બન્યું છે.૪) જીવનનો ઉલ્લાસ:-

    આપણું મોટાભાગનું સાહિત્ય ધર્મપર આધારિત છે. એ વાત સાચી છે પણ તમામ સાહિત્ય એવું નથી. કહેવાય છે કે નર્મદ પહેલાનું સાહિત્ય જે રચાયેલું છે તેનું એક લક્ષણ તે પરભવનો પ્રેમ અને આ ભાવની અરુચિ એમ કહેતી વેળા એ પણ ધ્યાન રાખવું પડે કે વીર, કરૂણ, શ્રુંગાર રસથી આલેખિત હેમચન્દ્રાચાર્યનાં દુહા કે વસંતવિલાસ ફાગુ જેવું માનવ જીવન તેમજ વસંત ઋતુનું શ્રુંગારરસિત ફાગુ કાવ્ય મળે છે. તદ ઉપરાંત સંદેશક રાસ જે મુસ્લિમ કવિ અબ્દુલ રહેમાનની કૃતિ શ્રુંગાર રસથી ભરપુર સંસ્કૃતના મેઘદૂતને અનુસારની છે. તો રમણરસ છંદ, કાન્હળદે પ્રબંધ જેવી વીર રસના એતિહાસિક કાવ્યો છે, તેની સાથે કવિ બાણ ભટ્ટની અદ્ભુત રસિક પ્રણય કથા કાદબરી ગદ્ય હોવા છતાં પદ્યમાં મળે છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં માનવજીવનનો ઉલ્લાસ ગાનારા ઘણા કવિઓને ધર્મ, ભક્તિ અને વૈરાગ્યના કુંડાળામાં ફરતું સાહિત્ય ખેતી વેળા આ હકીકત પણ યાદ રાખવી જરૂરી છે. જીવન જેનું નામ એનાં જળ, તાપ, સંયમ, વૈરાગ્યના શીલા ખંડોથી કાયમ જ અવરોધ રહે નહિ. કારણ કે જીવન સાલ ભૂખ્યું કદી રહે નહિ. જીવનનો ઉલ્લાસ મધ્યકાલીન ગુજરાતી કવિઓએ પણ ગાયો છે.૫) સમકાલીન જીવન રંગ:-

    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તે સમયનું જીવન ઓછું ઉતર્યું હોવાનું અનુમાન થયું છે. પરંતુ તે સમયનાં સાહિત્ય પર પ્રકાશ નાખીએ તો ગુજરાતની પ્રકૃતિ પશુ-પંખીઓની સૃષ્ટિને શિષ્ટ સમાજના કોઈ કવિએ નથી ગાયું તેમ છતાં લોક સાહિત્યમાં ચારણોએ ગીરના સિંહો અને ભેંસોના વર્ણન કરેલાં છે, તેમજ પાટણ અને ખંભાત જેવા સમૃદ્ધ શહેરોના વર્ણન મળે છે. તદ ઉપરાંત પાપ-પુણ્યના ખ્યાલો સેન્ય, હથિયારો વગેરે ના વર્ણન છે. આ સાહિત્યમાં તે સમયના સામાજિક રીત રીવાજો કેટલીક ચોક્કસ જ્ઞાતિઓ વગેરે વિષે પણ માહિતી પ્રાપ્ત થાય છે. સમકાલીન જીવન અને માનવનું પ્રતિબિંબ ઝીલે છે. એ જ લોક સાહિત્યમાં જોવા મળે છે. કારણ કે લોકસાહિત્ય તો લોક જીવનની આરસી જેવું છે.૬) કવિ ગણ:-

    મધ્યકાલીન ગુજરાતી કવિઓ આપણને દ્વારકાથી ખંભાત સુધીનાં સોરાષ્ટ્રમાંથી ઉતર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાંથી એમ  સમગ્ર ગુજરાતમાંથી મળેલાં છે. કેટલીક કૃતિઓ ગુજરાતનાં હાલનાં પ્રદેશની બહાર લખાયાના ઉલ્લેખ પણ છે. મીરાં બાઇના પદો, મેવાડ, વ્રજ અને દ્વારકામાં રચાયા છે. કવિ પદ્મનાભે કાન્હળદે પ્રબંધ ઝાલોરમાં લખ્યા છે. તો પ્રેમાનંદની પોતાની કેટલીક આખ્યાન કૃતિઓ નંદરબારમાં પૂરી કરી છે. તેની સાથે એ પણ નોંધવું પડે કે ગુજરાતનો કચ્છ પ્રદેશ કવિ વિહોણો રહ્યો નથી.ઉપસંહાર:-

    આમ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય લોક્સમાજની સંસ્કાર સેવા પણ કરી છે. હિંદુ ધર્મ તત્વજ્ઞાન અને સંસ્કૃતિના ઉતમ અંશોને તેના ક્ષારભૂત તત્વોને મિત્રની માફક ઉપદેશ આપતી કથા આખ્યાકાઓ દ્વારા જામ હ્રદયને આનંદ આપી રહી હતી. પ્રાચીન સમયમાં જે કામ પુરાણોએ બજાવ્યું તે કામ મધ્યકાલીનમાં આખ્યાનોએ બજાવ્યું. પદ, પદ્યવાર્તા, બારમાસી, આખ્યાન, રાસ, ફાગુ, પ્રબંધ જેવી કૃતિઓએ લોક હ્રદયને ધબકતું રાખ્યું હતું.   ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ