Recents in Beach

સરસ્વતી વંદના|Saraswati Puja Vidhi


Saraswati Puja Vidhi


या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना

या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता

सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा

 

યા કુન્દેન્દુ તુષાર-હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રામ્વૃતા।

યા વીણા-વર-દંડ-મંડિત કરા,યા શ્વેત પદ્માસના॥

યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ,દેવૈ:સદા વંદિતા।

સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ:શેષજાડ્યાપહા॥

 

Ya Kundendu Tusharahara Dhavala Ya Shubhra Vastravrita

Ya Veena Varadanda Manditakara Ya Shveta Padmasana

Ya Brahmachyuta Shankara Prabhritibhir Devaih Sada Pujita

Sa Mam Pattu Saravatee Bhagavatee Nihshesha Jadyapaha1

 

શ્લોકનો અર્થ:- ભગવતી જે સફેદ કમળ પર બિરાજમાન, ગળામાં ફુલહાર છે. સફેદ કપડા ધારણ કરેલ છે, હાથમાં વીણા શોભાયમાન છે. જેને બ્રહ્માજીની બાજુમાં સ્થાન ગ્રહણ કરેલ છે. જેમની ભગવાન વિષ્ણુ અને શંકર હંમેશા પૂજા કરે છે. જે તમામ જડતા અને અજ્ઞાનતાને દૂર કરે છે, એવા માતા સરસ્વતી રક્ષણ આપો.

 

સરસ્વતી વંદના વિસ્તરણ

 

शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं

वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्

हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्

वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्

 

સુંકલા બ્રમ્હવિચાર સાર પરમમાંઘય જગદાપીની

વીણા-પુસ્તક-ધારિણીમભયદા જાડ્યાંઘકારમ।

હસ્તે સ્ફટીકમાલિકા વિદધન્નતિ પદ્માસને સંસ્થિતામ

વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિપ્રદા શારદામ॥

 

Shuklam Brahmavichara Sara, Parmamadyam Jagadvyapineem

Veena Pustaka Dharineema Bhayadam Jadyandhakarapaham

Haste Sphatikamalikam Vidadhateem Padmasane Samsthitam

Vande Tam Parmeshvareem Bhagwateem Buddhipradam Sharadam2

 

શ્લોકનો અર્થ:-  શુક્લવર્ણી, આ જગત માં વ્યાપ્ત થયેલ આદિશક્તિ, પરબ્રમ્હ વિષયમાં ચિંતન અને મનન કરવામાં પરમ શ્રેષ્ઠ. ભયમાંથી મુક્ત કરાવનાર. અજ્ઞાની ને જ્ઞાન આપનાર. હાથમાં વીણા, પુસ્તક અને માળા ધારણ કરેલ, પદ્માસન માં બિરાજેલ. બુદ્ધિ પ્રદાન કરનાર એવા માતા શારદાને વંદન કરું છું.

 

સરસ્વતી પૂજાની રીતઃ

પૂજા માટે સવારે ઉઠીને સ્નાન વગેરે કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા.

માતા સરસ્વતીની મૂર્તિ અથવા મૂર્તિને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો.

રોલી, ચંદન, હળદર, કેસર, પીળા કે સફેદ રંગના ફૂલ, પીળી મીઠાઈ અને અક્ષત અર્પણ કરો.

પૂજા સ્થાન પર સંગીતનાં સાધનો અને પુસ્તકો ચઢાવો.

 

વસંત પંચમી ક્યારે ઉજવવામાં આવે છે? અને વસંત પંચમી કોને સમર્પિત છે?



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ