Recents in Beach

મંડપ મુહૂર્ત લગ્ન ગીત (લોક ગીત)|Gujarati lagna geet lyrics

અહીં જુના અને નવા લગ્ન ગીતો લખીને આપની સમક્ષ રજુ કરેલા છે જે આપણી સંસ્કૃતિની ઓળખ બતાવે છે.. આજના આધુનિક સમયમાં આ ગીતો અને રીતો ભુલાતી જાય છે એ આપણની સંસ્કૃતિને યાદ અપાવે એવો અમારો એક નાનકડો પ્રયાસ છે. 

લગ્ન ગીત જુના-નવા  PDF
જુના લગ્નગીતલગ્ન ગીત લખેલા


મંડપ મુહૂર્ત લગ્ન ગીત (લોક ગીત)Gujarati lagna geet lyrics

 

મોટા માંડવા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ

માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ....!

 

વીરના દાદાને તેડાવો, વીરની માતાને તેડાવો માણારાજ

માણેકથંભ મોતીડે વધાવો માણારાજ

હોંશો મોભી પરણાવો માણારાજ...!

 

મોટા માંડવા રોપાવો, ઝીણી છાજલીએ છવરાવો માણારાજ

માંડવડે માણેકથંભ રોપાવો માણારાજ

 

વીરના વીરાને તેડાવો, વીરની ભાભીને તેડાવો માણારાજ

હોંશે બાંધવ પરણાવો માણારાજ...!

માણેકથંભ મોતીડે વધાવો માણારાજ

હરખે માંડવડો વધાવો માણારાજ

 

વીરના મામાને તેડાવો, વીરની મામીને તેડાવો માણારાજ

હોંશે ભાણેજ પરણાવો માણારાજ

માણેકથંભ મોતીડે વધાવો માણારાજ

હરખે માંડવો વધાવો માણારાજ......!

 

 

જુના લગ્નગીતલગ્ન ગીત લખેલા


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ