Recents in Beach

સમૂહ એટલે શું?|What is a group?

સમૂહ કોને કહેવાય એ વિષે ઘણા સંકુલ અને ક્યારેક સાવ વિરોધી ખ્યાલો જોવા મળે છે.



૧. સામાજિક દ્રષ્ટિએ આ સમૂહનો વિધેયાત્મક અને નકારાત્મક અર્થ મળે છે.

 “કોઈ અજ્ઞાન કે અણઘટ ટોળાને માટે સમૂહ શબ્દ વપરાય છે. આ સમૂહ શબ્દનો નકારાત્મક ઉપયોગ ગણાય છે. એનો અર્થ એ છે કે એવા લોકો કે જેમનામાં સંસ્કારિતા અને બોધિક્તાનો અભાવ હોય અને લેશ માત્ર સારા- નરસાનો વિવેક ન હોય.”

 

૨. સમાજવાદી પ્રણાલીના આધારે સમૂહ શબ્દનો અર્થ

 સમાજવાદી પ્રણાલીમાં સમૂહ શબ્દનો વિધેયાત્મક અર્થ મળે છે. “જેમાં કોઈ રાજકીય ધ્યેયને અનુલક્ષીને મજુરો કે કર્મચારીઓની સંગઠિત તાકાત ઉભી કરવામાં આવી હોય તેને પણ સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

૩. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી પ્રમાણે સમૂહનો અર્થ

  ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ Mass નો અર્થ નીચે મુજબ થાય છે:

“Aggregate in which individuclity is lost.’

 

૪. Group croud કે Public નાં અર્થમાં સમૂહ શબ્દનો અર્થ

 ‘Mass’ શબ્દને કેટલાંક Group, Croud કે Publicનાં અર્થમાં વાપરે છે.

 પરંતુ સમૂહ માધ્યમનો સમૂહ આ બધાથી જુદા જ પ્રકારનો છે એમ કહી શકાય.

 

૫. રેડિયો અને ચલચિત્રોના આધારે સમૂહ શબ્દનો અર્થ

  રેડિયો અને ચલચિત્રો આવતા સમૂહ વિષે એક નવો જ ખ્યાલ ઉદ્ભવ્યો. રેડીયોના શ્રોતાઓ જૂથ કે ટોળા કરતાં ઘણી વિશાળ સંખ્યા ધરાવતા હોય છે. વળી રેડિયોના શ્રોતાઓ જુદે જુદે સ્થળે વહેંચાયેલા કે વિખરાયેલા હોય છે અને તેઓ મોટે ભાગે એકબીજાને ઓળખતા હોતા નથી. તેમજ તેમની પાસે સમૂહના વિધેયાત્મક અર્થની માફક કોઈ ઠપકો માટેની જાગૃતિ કે આત્મ પ્રતિષ્ઠા જ કોઈ વિચારણા હોતી નથી. સમૂહ માધ્યમોનો સમૂહ કોઈ પણ હેતુ કે ધ્યેય સિધ્ધ કરવા માટે સંગઠિત રીતે કામ કરવા માટે અશક્તિમાન હોય છે.

  “રેડિયો કે ચલચિત્રોના વિશાળ શ્રોતાઓ જૂથ કે ટોળા માટે સમૂહ શબ્દ પ્રયોજાય છે.

 

૬. ગ્રાહકોની દ્રષ્ટિએ સમૂહ શબ્દનો અર્થ

  ગ્રાહકોને ધ્યાનમાં રાખીને સમૂહ શબ્દ માટે Mass- Market શબ્દ પ્રયોજવામાં આવેલ છે.

 

૭. રાજકીય –વર્તણુકને આધારે સમૂહ શબ્દનો અર્થ

 રાજકીય વર્તણુકને દર્શાવવા માટે સમૂહ શબ્દ માટે Mass electorate શબ્દ પ્રયોજવામાં આવે છે.

 

 એ સ્પષ્ટ થઇ શક્યું છે જે સમૂહનો ઉકેલ છે તે સમૂહ Group ટોળું, સંગઠિત, મંડળ કે જાહેર જનતાથી તદ્દન ભિન્ન છે. સમૂહ માધ્યમોના સમૂહની વિશેષતા બનાવતાં “Milestones in mass comminication Research” માં યોગ્ય જ કહ્યું છે, ‘The term mass in this contextrefers not to number’s but to a disti notive pattern of social orgenisetion. Precisein a process of changing social.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ