Recents in Beach

ધ્વનિઘટક અને ઉપધ્વનિઘટક| dhvnighatak updhvanightak

 

ટૂંક નોંધ:- ધ્વનિઘટક અને ઉપધ્વનિઘટક

 

   કયા ધ્વનિઓને અલગ ગણવા અને કયા ધ્વનીઓને અલગ ન ગણવા તેનો નિર્ણય ધ્વનિઘટક અને ઉપધ્વનિ ઘટકને આધારે કહી શકાય. ઉચ્ચારણનો ભેદ ધરાવતા છતાં અર્થના સ્તરે અભિન્ન રહેતાં ધ્વનિને એક જ ધ્વનિના સૂક્ષ્મ ભેદ ગણવા. અને તે ધ્વનિના ભિન્ન-ભિન્ન ઉચ્ચારણોને ઉપધ્વનિ ઘટક કહેવાય, અને એ ધ્વનિના ભિન્ન ભિન્ન ઉચ્ચારણોનું પ્રતિનિધિત્વ કરનાર એક ધ્વનિને ધ્વનિઘટક કહેવાય.


દા.ત.:- કલ, કલા, કાલા, લોક એ શબ્દમાં ‘ક’ના ચાર ધ્વન્યાત્મક રૂપો છે. એ ચારે એક જ ‘ક’ ના- ધ્વનિઘટકના ઉપધ્વનિ ઘટક છે. ચાર ઉપધ્વની ઘટકોમાં પરસ્પર અર્થ પરિવર્તનની ક્ષમતા નથી. કારણ કે એનું ઉચ્ચારણ અર્થભેદક નથી. ‘ક’ સાથે ‘લ’ ધ્વનિ ઘટક વપરાયો હોવાથી અર્થ ભેદકતા આવે છે.

ટૂંક નોંધ:- ધ્વનિઘટક અને ઉપધ્વનિઘટક


ગ્લીસન ઉપધ્વનિ ઘટકની વ્યાખ્યા આપતા કહે છે કે ‘કોઈ પણ ધ્વનિ કે ધ્વનિનો ભાર બીજા સાથે પરીપુરક વિતરણમાં આવે તો તે ભેગામળી એક ધ્વનિ ઘટકની રચના કરી શકે તેમને તે ધ્વનિ ઘટકના ઉપધ્વનિ ઘટક કહે છે.’


  ધ્વનિ ઘટકમાં ઉપધ્વનિ ઘટકના વિતરણ માટે બે આધાર સ્વીકારવામાં આવે છે.

(૧) ધ્વન્યાત્મક સમાનતા- આ સમાનતા વધારે-ઓછી હોઈ શકે છે.

(૨) ધ્વનિઓનું પરિપૂરક વિતરણ:- એનો અર્થ એ છે કે જે પરિવેશ કે વાતાવરણ અને પરિસ્થિતિમાં એક જ આવે બીજો આવતો નથી અથવા સમાન વાતાવરણમાં જુદો હોવા છતાં અર્થ બદલાતો નથી.


   આ વાત ભાષાના સંપૂર્ણ અધ્યયન પછી સમજાવી શકાય જે એક મુશ્કેલ બાબત છે.(ગુજરાતીમાં પરિપૂરક વિતરણમાં ખાસ કરીને પાપ, જાપ, ચાપ, પણ, લોપ આ બધા શબ્દોમાં ‘પ’ એક ધ્વનિ ઘટક છે. જે સ્ફૂટક ધ્વનિ છે તે શબ્દના આરંભે આવે છે. બાકીના ‘પ’ સ્ફૂટક રહિત છે. જે પરિપૂરક વિતરણના આધારે ઉપધ્વનિ ઘટક છે.)


  ભાષામાં ભેદક ધર્મોની વ્યવસ્થા જાણવી એટલે ધ્વનિ વ્યવસ્થામાં ઉચ્ચારણ તંત્ર અને ધ્વનિ તંત્રને જાણવું પડે અને ભેદક ધર્મો પણ ઓળખવા પડે. આમ જોઈએ તો ભેદક ધર્મો ઓળખવાની પદ્ધતિનો સિધાંત સ્પષ્ટ છે.


  પ્રબોધ પંડિત આ બાબતને સમજાવતા કહે છે કે- ગુજરાતી ભાષામાં કોઈ પણ બે યુક્તિઓ અળગી રાખવામાં- જુદી પાડવામાં જે ધર્મો ઉપયોગી નીવડતા હોય તે ભેદક ધર્મો. દા.ત.- આપ અને જાપ આ બંને શબ્દોને અળગા રાખનાર ભેદક ધર્મો તે સ્વરનું ઉચ્ચારણ એટલે કે મધ્ય સ્વરીય અઘોષત્વ અને તાલવ્ય ઘોષત્વ છે. તેની સાથે એટલે કે ઓષ્ઠીય સ્પર્શનું અઘોષત્વ છે એમ કહી શકાય. એ જ રીતે પેલો અને વેલો બે શબ્દોમાં ભેદક ધર્મો ‘પ’ એ ઓષ્ઠીય સ્પર્શ અને ‘વ’ એ દંતોષ્ઠીય સ્પર્શ છે. તેની સાથે ‘લ’ ધ્વનિ પાશવિક છે. શબ્દમાં બીજા બધા અંશો સમાન હોય કોઈ એકાદ જ ધર્મથી બે શબ્દો જુદા પડતા હોય ત્યારે ભેદક ધર્મ તારવવાનું કામ સરળ પડે છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે અમુક ધર્મ આવા સંદર્ભમાં ઉપસ્થિત થાય જ નહિ.


દા.ત. ગુજરાતી ભાષામાં મૂર્ધન્ય ઘોષ ધ્વનિ ડ અને ડ઼ નો ભેદ આવી શકે છે જે સંદર્ભમાં ‘ડ’ આવી શકે છે તે સંદર્ભમાં ‘ડ઼’ આવી શકતો નથી. આ રીતે બે શબ્દોના કોઈ બે અંશનું ઉચ્ચારણ સરખું હોય જેવી રીતે ડોસી અને ગાડી આ અલગ હોવા છતાં બંને અંશો એક જ ધ્વનિના ઉપધ્વનિ ઘટકો છે. જ્યારે આ પ્રમાણે હોય ત્યારે ધ્વનિ ઘટકના ઉપધ્વનિ ઘટકોને [ ] માં દર્શાવવામાં આવે છે. જ્યારે ઘટકોને ઘટક સૂચક સંકેતો દ્વારા || કોષમાં સૂચવવામાં આવે છે. ત્રાંસા કોન્સમાં મુકેલા સંકેતો સીધા ઉચ્ચારણના સંકેતો નથી પણ ઘટકના સંકેતો છે. વ્યવહારમાં ઉચ્ચારણ છે પણ ભાષાનો અભ્યાસી તેમાંથી ઘટક તારવે છે.

 

અનેક પ્રકારના ભિન્ન અંશો આખરે પરિમિત ઘટકોના ઈંગિત બને છે. એકના એક ‘ડ’ ઘટકના બે ઇન્ગીતો [ડ] [ડ઼] બે અંશો, બે પેટા વિભાગો એટલે કે બે ઉપધ્વનિ ઘટકો છે. આ બંનેમાં જે ભેદ છે તે સંદર્ભ જન્ય છે. પરંતુ |ડ| અને |ટ| માં જે ભેદ છે ત્યે સ્વતંત્ર છે. મોલિક છે અને તે સંદર્ભથી નિરપેક્ષ છે.    

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ