Recents in Beach

અહેવાલ લેખનનું મહત્વ| Aheval lekhannu mahtv



    આજના વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસમાં અહેવાલ માણસના જીવનની એક અનિવાર્ય જરૂરીયાત છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનો અભૂત પૂર્વ વિકાસને દુનિયાના વિવિધ દેશોના વચ્ચેનું ભોગોલીક અંતર ઘટી ગયું છે. ઝડપ અને ગતિનો આ યુગ છે. દુનિયાને કોઈ ખૂણે બનેલી ઘટના આજે તો થોડાક કલાકમાં જ આકાશવાણી પરથી કે દુરદર્શન પરથી પ્રસારિત થતી સંભળાય છે અને જોઈ પણ શકાય છે.


    એક દેશના સમાચાર બીજા છાપામાં છપાય છે, વહેતા થાય છે. ટી.વી. ઉપરથી તે જોવા પણ મળે છે. આમ સમાચારોની દુનિયામાં એટલે કે વર્તમાન પત્રો, આકાશવાણી, ટી.વી. વગેરેના અહેવાલના મહત્વ આજના યુગમાં અનેક ઘણું વધી ગયું છે. વ્યાપાર ધંધામાં પણ એનું ઓછું મહત્વ નથી. દુનિયાના ધંધાદારી બજારો પણ આજના જમાનામાં થયેલી કોઈ ઉથલ-પુથલનો પ્રભાવ મુંબઈના બજાર ઉપર થોડાક કલાકોમાં જ થયા વિના રહેતો નથી. એટલે આજ-કાલ તો જીવનને પ્રત્યેક ક્ષેત્રે અહેવાલની પ્રવૃત્તિ અનિવાર્ય બનતી ગઈ છે.


   કોલેજના આચાર્યશ્રી પોતાના સ્ટાફના અધ્યાપકો, વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના સભ્યો પાસેથી એમની સોંપાયેલી લલિતકલા, રમતગમત, સાંસ્કૃતિક વગેરે પ્રવૃતિઓનો વર્ષ પૂરું થતાં એના અહેવાલો ઉપરથી જાણી શકે છે. મહાન અહેવાલ પરથી પોતાની વર્તમાનના તંત્રીને સમાચાર મોકલે છે. એ અહેવાલ સમાચાર રૂપે પત્રમાં છપાય છે અને એ દ્વારા સૌને એ ઘટનાની જાણ થાય છે. વ્યાપાર ઉદ્યોગોના સંચાલકોને અહેવાલ ઉપરથી પોતાના વ્યાપાર કે ઉદ્યોગ વિશેની સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.



અહેવાલ લેખનનું મહત્ત્વ



   આમ આજના જમાનામાં મનુષ્ય જીવનને સ્પર્શતા ઘણા ક્ષેત્રોમાં કોઈને કોઈ પ્રકારે અહેવાલનો ઘણો મહિમા છે.


*અહેવાલ એટલે શું?


   “અહેવાલ એટલે માનવ જીવનને સ્પર્શતી કોઈ પણ પ્રવૃત્તિ આર્થિક, ધાર્મિક, રાજકીય, શેક્ષણિક કે ગમે તે પ્રકારની હોય, તે વિષે ગેરસમજ ઉભી ન થાય તે રીતે થયેલી રજૂઆત.”


         અહેવાલના કેટલા પ્રકાર હોય છે ક્યાં કયા જણાવો.Clik Her



*સારા અહેવાલના લક્ષણો:-

   આજની દુનિયામાં અહેવાલનું આટલું બધું મહત્વ છે, ત્યારે એ ત્યાર કરનાર પાસે એ અંગેની સૂઝ-બુઝ અને કોશલ્ય હોવા જોઈએ. અહેવાલો પદ્ધતિસર, વ્યવસ્થિત રીતે લખાયેલા હોવા જોઈએ.


(૧) સ્પષ્ટતા,વિસદતા:-


    સારા અહેવાલનો સૌપ્રથમ લક્ષણ એ છે કે એમાં જે વિગત દર્શાવવામાં આવી હોય છે તે સુસ્પષ્ટ હોવી જોઈએ. આવા અહેવાલમાં વપરાતા શબ્દોનો અર્થ પ્રચલિત અર્થને જ અભિવ્યક્તિ કરનારો હોવો જોઈએ. બિનજરૂરી લંબાણ અહેવાલમાં ન હોવું જોઈએ. લેખકને તદ્દન સાચું જોયું, જણાયું કે વિચાર્યું હોય તેનો સંક્ષેપમાં અહેવાલ લખાવો જોઈએ. અહેવાલમાં વ્યક્ત થયેલી વિગત વાચકને બરાબર સમજાવી જોઈએ. અહેવાલની કોઈ ગેરસમજ ઉભી ન કરવી જોઈએ.


(૨) રસ:-


    વાચકને કંટાળો આવે એવી સૃષ્ટ રજૂઆત અહેવાલમાં અપેક્ષિત નથી તેવી રીતે વાચકને પ્રભાવિત કરવાની પણ જરૂર નથી, પરંતુ જે વિષય ઉપર અહેવાલ લખાયો હોય તેમાં વાંચનારને લક્ષમાં રાખવા જરૂરી છે. વાંચનારની સમજ શક્તિનો ખ્યાલ રાખીને જ રજૂઆત થવી જોઈએ.



(૩) સંપૂર્ણતા :-


    સારો અહેવાલ સર્વાંગ-સંપૂર્ણ હોવો જોઈએ. અહેવાલ તેયાર કરતી વખતે અગત્યની વિગતો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. અહેવાલ સારો પૂર્વાર થી શકે ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને જ જો એમાં પદ્ધતિસર બરાબર લખાયો હોય તો જ ધાર્યો લક્ષ્યભેદ કરી શકે. આમ અહેવાલ સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ બનવો જોઈએ કે જેથી વાચકને તે અત્યંત ઉપયોગી થાય.



(૪) અનાત્મક લક્ષીપણું/લખનારની તટસ્થતા:-


   અહેવાલને માત્ર હકીકત અને માહિતી સાથે સંબંધ છે એટલે લેખકના ગમા અણગમાને સહેજે સ્થાન ન હોઈ શકે જો અહેવાલ અનાત્મલક્ષી પાને લખાયો હોય તો હકીકત અસરકારક રીતે રજુ કરી શકાશે.


    આદર્શ અહેવાલ લખનાર પોતાના જાતને કેટલેક અંશે અડધી રાખવી જરૂરી છે. અસરકારક રજૂઆત સારા- સારનો વિવેક અને ઓચિત્યિક અહેવાલ તેયાર કરવામાં આવે છે.



(૫) ટૂંકાણ/ સંક્ષીપ્તા:-


    રીપોર્ટ ટૂંકો અને મુદ્દાસર હોવો જોઈએ. જે માહિતી આપો તે સંક્ષિપ્તમાં આપો અને માહિતીનું પુનરાવર્તન ન કરો.


  આમ ઉપરોક્ત જે લક્ષણો આપણે જોયા છે, એ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને એક સારા અહેવાલની રચના થાય છે. કોઈ પણ પ્રકારના અહેવાલ લખતી વખતે ઉપરના તમામ લક્ષણોને ધ્યાનમાં રાખવા જરૂરી બને છે.


જો આપણો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્ષમાં લખી અમને જણાવી શકો છો.

    

ટિપ્પણી પોસ્ટ કરો

2 ટિપ્પણીઓ

  1. અહેવાલ લેખન માળખાના ચાર અંગો જણાવો

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. કોમેન્ટ કરવા બદલ તમારો આભાર.
      ટૂંક જ સમયમાં તમને તમારો જવાબ મળી જશે.
      આશા છે કે અમારું કન્ટેન્ટ તમને પસંદ આવ્યું હશે..

      કાઢી નાખો

Please do not Enter any Spam Link in the Comment box.😈